Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 1130 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ઝડપાયા

ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 1130 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ઝડપાયા
ગાંધીનગરઃ , બુધવાર, 17 મે 2023 (18:32 IST)
ગેરરીતિ રોકવા માટે અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી
 
1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે
 
 શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે અને ધોરણ-10નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે.  માર્ચ-2023માં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે  બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે. જેના આધારે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયાં છે. 
 
વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે
ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ  તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.
 
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા
ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-10 અને 12ના માત્ર 60 વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા 1130 ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા છે. જોકે ગેરરીતિમાં પકડાયેલા કુલ 1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટની યુવતીનો આરોપ, બાગેશ્વર બાબાના કહેવા મુજબ દવા બંધ કરવાથી ભાઈની તબિયત લથડી