Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

board exam
, મંગળવાર, 14 માર્ચ 2023 (12:28 IST)
રાજ્યમાં આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્યના 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરુ થશે.  રાજ્યભરમાંથી કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 9 લાખ કરતા વધારે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  આજથી શરુ થઈ રહેલી પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ગઈકાલે જ સ્કૂલમાં જઈને પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતુ. ધોરણ 10ની પરીક્ષા 28મી માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 માર્ચ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી ચાલશે.

આ વર્ષે કેટલાક સેંન્સિટિવ 66 સેન્ટર પર પેરા મિલિટ્રિ ફોર્સ રાખવામાં આવશે.રાજ્યમાં આજથી શરુ થઈ રહેલી બોર્ડની પરીક્ષા માટે 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગ્યે શરુ થશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા બપોરે 3 વાગ્યે શરુ થશે. ધોરણ 10માં આજે પ્રથમ ભાષાનું પેપર હશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહમાં પ્રથમ પેપર નામાના મૂળ તત્ત્વોનું છે. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં લગભગ 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષે બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે.આજે શરુ થનાર બોર્ડની પરીક્ષામાં 157 કેદીઓ પણ ધોરણ 10 અને 12માંની બોર્ડની પરીક્ષા આપશે. આ માટે ચાર સેન્ટ્રલ જેલોમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. ધોરણ 10ના 101 અને 12માં ધોરણના 56 કેદીઓ પરીક્ષા આપશે. ગયા વર્ષે 76 કેદીઓએ ધોરણ 10 તેમજ 46 કેદીઓએ 12માં ધોરણની પરીક્ષા આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અડાણી ગ્રુપની 10 કંપનીઓના શેરમાં આજે ફરી મોટો ઘટાડો, આ સ્ટૉક્સમાં લાગ્યુ લોઅર સર્કિટ