Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કર્ણાટકથી આણંદના મણિલક્ષ્મી તીર્થના દર્શનાર્થે આવેલા યાત્રિકોની બસ એસટી બસ સાથે અથડાઇ,11 ઈજાગ્રસ્ત

accident
, શુક્રવાર, 22 એપ્રિલ 2022 (13:00 IST)
કર્ણાટકથી આણંદના મણિલક્ષ્મીતીર્થના દર્શનાર્થે આવેલ યાત્રિકોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આણંદ-બોરસદ માર્ગે મીની ટ્રાવેલર બસ અને એસટી બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ઘણા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત યાત્રિકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર બોરસદના માણેજ ખાતે આવેલા મણિલક્ષ્મી તીર્થના દર્શનાર્થે કર્ણાટકથી રેલવે મારફતે આણંદ આવેલા યાત્રિકો મીની ટ્રાવેલર બસમાં સવાર થઈ આણંદ રેલવે સ્ટેશનેથી નીકળ્યા હતા. જ્યાં સવારે 5 વાગ્યાની આસપાસ આણંદ-બોરસદ માર્ગે તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો. એસટી બસ અને મીની ટ્રાવેલર બસ વચ્ચે ધડાકાભેર થયેલી ટક્કરને લીધે સર્જાયેલા અકસ્માતમાં ટ્રાવેલર બસમાં સવાર 11 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે.

ઘટનાની જાણ થતાં 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 4 ઇજાગ્રસ્ત લોકોને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખાતે લાવવામાં આવ્યા છે અને અન્ય 7ને બોરસદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તો પૈકી 1 વ્યક્તિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તબલીઘી જમાત ફરીથી ચર્ચામાં- કોઈ વિદેશીને ભારતીય વીઝા મેળવવાનો કોઈ અધિકાર નથી