Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છત્તીસગઢ કાર અકસ્માત - માર્ગ અકસ્માત પછી કારમાં લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યા, લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર

car accodent
રાજનાંદગામ. , શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:16 IST)
છત્તીસગઢના રાજનાંદગામ જીલ્લામાં એક મોટી દુર્ઘટના થઈ છે. પુલિયા સાથે અથડાયા બાદ એક કારમાં ભીષણ આગ લાગી ગઈ. જેમા પાંચ લોકો જીવતા સળગી ગયા. દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોનુ ઘટના સ્થળે જ મોત થયુ છે. ત્રણ પુત્રીઓ સાથે પતિ-પત્ની એક લગ્ન સમારંભમાં પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તે દુર્ઘટનાનો શિકાર થઈ  ગઈ. મળતી માહિતી મુજબ ગુરૂવાર-શુકવાર દરમિયાન રાત્રે લગભગ 1 થી 2 વાગ્યા વચ્ચે આ દુર્ઘટના થઈ છે. રાજનાંદગામ ખૈરાગઢ રોડ પર ઠેલકાડીહ થાનાંતર્ગત ગ્રામ સિંગારપુરમાં કારમાં આગ લાગવાથી પાંચ લોકોના સળગી જવાથી મોત થઈ ગયા છે. 

 
પોલીસના મુજબ એક રસ્તે જતા મુસાફરના કહેવા મુજબ પ્રથમ જોતા એવુ લાગે છે કે પુલ સાથે અથડાઈને પલટાઈ જવાથી ઓલ્ટો ગાડીમાં આગ લાગી ગઈ. ખૈરાગઢના ગોલબજાર નિવાસી કોચર પરિવારના લોકો બાલોદથી લગ્ન સમારંભમાં સામેલ થયા પછી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં પતિ પત્ની અને ત્રણ 20-25 વર્ષીય પુત્રીઓ હતી. પોલીસ સ્ટેશન ઠેલકાડીહ અને એસડીઓપી ખૈરાગઢ રાત્રે ઘટનાની સૂચના મળતા જ ઘટનાસ્થળ પર પહોંચ્યા. રાજનાંદગામના ઉપરાંત પોલીસ અધીક્ષક સંજય મહાદેવાએ જનાવ્યુ કે પોલીસ અને ફોરેસિંક ટીમ ઘટનાની તપાસમાં લાગી છે.  શબને પંચનામા પછી પોસ્ટમોર્ટમા માટે મોકલાવ્યુ છે. ફોરેસિંક તપસ આવ્યા પછી દુર્ઘટનાનુ સાચુ કારણ જાણ થશે. 
 
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો 
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજનાંદગાંવના સિંગરપુર નજીક અકસ્માતમાં પાંચ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ખૈરાગઢના કોચર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની સ્થિતિ બાદ ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર વાવાઝોડાની સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Boycott malabar Gold - અક્ષય તૃતીયાના વિજ્ઞાપનમાં વગર ચાંદલા જોવાઈ કરીના કપૂર થઈ ટ્રોલ બિંદી નહી તો બિજનેસ નહી