Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્રના 26 જેટલા માર્કેટયાર્ડોમાં અચોક્કસ મુદતની હડતાળ

સૌરાષ્ટ્રના 26  જેટલા માર્કેટયાર્ડોમાં અચોક્કસ મુદતની હડતાળ
, ગુરુવાર, 1 નવેમ્બર 2018 (12:02 IST)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી દેવામા આવી છે. જેમાં ટેકાના ભાવ અને ખાસ તો ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ છે. 1 નવેમ્બર સુધીનો સમય ખેડૂતોએ સરકારને આપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી કોઇ વળતો જવાબ ન આપતા આજથી હડતાળ પાડવામાં આવી છે.ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના યાર્ડો ગુરૂવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડતા પૂર્વે મોટાભાગના માર્કેટ યાર્ડોમાં આજથી આવકો બંધ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતીના કારણે અમુક યાર્ડો તો આજથી જ બંધ થઇ ગયા છે. જ્યારે રાજકોટ યાર્ડ આજથી એટલે કે ગુરૂવારથી હડતાળમાં જોડાશે. રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે કમિશન એજન્ટ વેપારીઓ દ્વારા ભાવાંતર મુદ્દે યાર્ડમાં આજથી જાહેરાત કરવામાં આવી છે. ભાવાંતર યોજનાની માગણી અને તેનો અમલ એટલો ઝડપી શક્ય નથી. તેના માટે આખી સિસ્ટમ બનાવવી પડે. વાસ્તવમાં ખેડૂતોને નામે વેપારીઓ તેમના કમિશનની આવક બંધ થાય છે તેનું કારણ છે. હડતાળ પણ વધુ દિવસો નહીં ચાલે. હડતાળને કારણે ખેડૂતોને કે પાકને કોઇ નુકસાન થાય એવું લાગતું નથી. સરકારની ટેકાની ખરીદી સહિત યોજનાઓમાં થયેલા કૌભાંડો અને પોલીસમાં પહોંચેલા મામલા પછી ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓ મેદાનમાં આવ્યા છે. ત્યારે આ યોજના લાગુ પાડવા માટે કરેલી માંગનું નિરાકરણ ન આવતા આખરે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે અને ખેડૂતોના હિતમાં ગુરૂવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 26 માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરાઈ છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#METOO અમદાવાદમાં નો ગજબનો કિસ્સો, યુવક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો