- નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનુ ઉદ્દઘાટન કર્યુ
- પીએમ મોદીએ મેટ્રોનુ ઉદ્દઘાટન કર્યા બાદ શાળાના બાળકો સાથે મેટ્રોમાં મુસાફરી
- આ પહેલા લંડન અને પેરિસમાં જ પાણી નીચે મેટ્રો રૂટ બનેલા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનુ ઉદ્દઘાટન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કલકત્તાની અંડર વોટર મેટ્રોનુ નિર્માણ હુગલી નદીની નીચે કરવામાં આવ્યુ છે. થોડા દિવસ પહેલા જ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કલકત્તા મેટ્રો રેલ સેવાઓની સમીક્ષા કરી હતી આજે પીએમ મોદીએ તેને દેશને સમર્પિત કરી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કલકત્તાથી જ આગરા મેટ્રોનુ પણ વર્ચુઅલ ઉદ્દઘાટન કર્યુ છે. આગરામાં મેટ્રોની શરૂઆત તાજમહેલ મેટ્રો સ્ટેશનથી કરવામાં આવી છે. એટલુ જ નહી પીએમ મોદીએ મેટ્રોનુ ઉદ્દઘાટન કર્યા બાદ શાળાના બાળકો સાથે મેટ્રોમાં મુસાફરી પણ કરી. આ દરમિયાન તેમણે બાળકોની સાથે વાતચીત પણ કરી.
નદીના તળિયાથી 32 મીટર નીચે બનાવી છે મેટ્રો
ઉલ્લેખનીય છે કે આ અંડર વોટર મેટ્રો ટનલ હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શનની વચ્ચે દોડશે. આ મેટ્રો ટનલને હુગલી નદીના તળિયાથી 32 મીટર નીચે બનાવવામાં આવી છે. કલકત્તા મેટ્રો હાવડા મેદાન-એસ્પ્લેનેડ ટનલ ભારતમાં કોઈપણ નદીની નીચે બનાવવામાં આવતી પહેલી ટ્રાંસપોર્ટ ટનલ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ અંડરગ્રાઉંડ મેટ્રો 45 સેકંડમાં હુગલી નદીની નીચે 520 મીટરનુ અંતર નક્કી કરશે.
આ રૂટ પર થશે 4 અંડરવોટર મેટ્રો સ્ટેશન
હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી 4.8 કિલોમીટરનો રૂટ બનીને તૈયાર કરવામાં આવ્યો છે. આ રૂટમાં 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશન-હાવડા મહાકરણ અને એસ્પ્લેનેડ હાવડા સ્ટેશનનો સમાવેશ છે. જે જમીનથી 30 કિલોમીટર નીચે બનાવવામાં આવ્યુ છે. આ દુનિયામાં સૌથી ઉંડાણમાં બનાવવામાં આવેલ મેટ્રો સ્ટેશન છે. આ પહેલા લંડન અને પેરિસમાં જ પાણી નીચે મેટ્રો રૂટ બનેલા છે.
2010માં આ પ્રોજેક્ટની થઈ હતી શરૂઆત
કલકત્તા મેટ્રો રેલ કોર્પોરેશનના ડાયરેક્ટર સૈય્દ મો. જમીલ હસને જણાવ્યુ કે 2010માં ટનલ બનાવવાનો કોંટ્રાક્ટ એફકોંસ કંપનીને આપવામાં આવ્યો હતો. એફકૉન્સે અંડર વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે જર્મન કંપની હેરેનકનેક્ટ સેલ બોરિંગ મશીન (ટીબીએમ)મંગાવી હતી. આ મશીનોના નામ પ્રેરણા અને રચના છે. જે એફકૉંસના એક કર્મચારીની પુત્રીઓના નામ પર છે.