Genera Election 2024: આ વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી થશે મંગળવાર (17 જાન્યુઆરી) ના રોજ રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં મોદીએ કહ્યુ હતુ કે લોકસભા ચૂંટણીમાં આપણે લોકોની સેવા માટે બધુ જ કરવાનુ છે. આપણે ઈતિહાસ રચવાનો છે. આવો જાણીએ એ કયો ઈતિહાસ છે જે જે આ 2024 માં રચાશે.
જો ભાજપ 2024ની ચૂંટણી જીતે છે તો સૌથી મોટી વાત પીએમ મોદી માટે હશે. તેમના નેતૃત્વમાં પાર્ટી બે વખત ચૂંટણી જીતી ચુકી છે અને ત્રીજી વખત જીત તેમને દેશના વડાપ્રધાનોની યાદીમાં અલગ સ્થાન પર મુકશે. આ પહેલા માત્ર બે વડાપ્રધાન જ બે ટર્મ રહ્યા બાદ ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે.
આ નેતાઓની હરોળમાં જોડાશે
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની ચૂંટણી જીતી હતી. 1964 માં પદ પર હતા ત્યારે તેમનું અવસાન થયું.
તેમના પછી ઈન્દિરા ગાંધી ગાંધી પણ ત્રણ ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન બન્યા. ઈન્દિરા ગાંધીએ 1967, 1971ની ચૂંટણી જીતી હતી. 1975માં ઈમરજન્સી લાદવામાં આવી હતી અને 1977માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈન્દિરાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 3 વર્ષ પછી, તે ફરીથી 1984 ની સામાન્ય ચૂંટણીમાં જીતી અને વડા પ્રધાન બન્યા. 1984માં પીએમ પદ સંભાળતી વખતે તેમની હત્યા કરવામાં આવી હતી.
જો કે ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીનું નામ પણ ત્રણ વખત વડાપ્રધાન બનવાની યાદીમાં છે, પરંતુ ત્રણેય વખત આ પદ પર તેઓ માત્ર 6 વર્ષ જ રહ્યા.
સમગ્ર કાર્યકાળ પર નજર કરીએ તો પીએમ મોદીએ મનમોહન સિંહના બે કાર્યકાળની બરાબરી કરી લીધી છે. આવી સ્થિતિમાં, જો 2024 માં જો તેઓ ફરી એકવાર લોકસભા ચૂંટણી જીતે તો તેઓ નેહરુ અને ઇન્દિરાની કતારમાં ઉભા રહેશે.
2014માં આવેલુ રાજકારણનું મોડલ ચાલશે ખરુ ?
દેશની રાજનીતિમાં આઝાદી પછીના ટૂંકા ગાળાને બાદ કરીએ તો ચાર દાયકા સુધી કોંગ્રેસનું શાસન હતું. ઉચ્ચ જાતિઓ, મુસ્લિમો અને દલિતોએ કોંગ્રેસને ટેકો આપ્યો. જો કે, 70ના દાયકામાં કોંગ્રેસે રાજ્યોમાં પડકારોનો સામનો કરવાનું શરૂ કર્યું. પછી 90નું દશક આવ્યું. એક બાજુ મંડલ હતું તો બીજી બાજુ કમંડલ એટલે કે ભાજપનું હિન્દુવાદી રાજકારણ હતું. આનાથી દેશમાં ગઠબંધનની રાજનીતિનો યુગ શરૂ થયો. જે 2014 સુધી ચાલુ રહી હતી.
2014 સુધીમાં, ભાજપ સંપૂર્ણપણે નવા દેખાવમાં હતું. અત્યાર સુધી ઉચ્ચ જાતિની પાર્ટી કહેવાતી ભાજપે 2014માં કહ્યું હતું કે તેણે મંડલનો ઉકેલ શોધી કાઢ્યો છે. નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા અને તેમના નેતૃત્વમાં ભાજપનો ઝંડો માત્ર કેન્દ્રમાં જ નહીં, રાજ્યોમાં પણ લહેરાયો. હિન્દુત્વ વત્તા મોદી બ્રાન્ડની સૌથી વિશેષ સિદ્ધિ યુપી હતી જ્યાં ભાજપ માંડ માંડ શ્વાસ લઈ શકી હતી. તે મજબૂત બહુમતી સાથે બે વખત સરકારમાં રહી છે.
મોદી બ્રાંડને પડકાર આપનારો કોઈ ચેહરો જોવા મળતો નથી. કોંગ્રેસ હજુ પણ ખુદને તૈયાર જ કરી રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બીજી વખત કાઢીને તેના દ્વારા લોકસભા 2024 મા કોંગ્રેસને ફાયદો અપાવવાનુ સપનુ જોઈ રહ્યા છે જે રામ મંદિર બની ગયા પછી લગભગ અશક્ય લાગી રહ્યુ છે. ઈંડિયા ગઠબંધન બનાવીને બધી વિપક્ષી તાકત મોદી વિરુદ્ધ એક થવાનુ વિચારી રહી હતી કે પાટલી બદલુ નીતિશ કુમારે ફરી એકવાર પોતાનો ફાયદો જોતા બીજેપી સાથે ગઠબંધન કરી લીધુ છે. બીજી બાજુ કેજરીવાલ, મમતા બેનર્જી, કેસીઆર આ બધા સાથે તો જોવા મળે છે પણ બધાની પોતાની મહત્વકાંક્ષાઓ છે. દરેકનુ સપનુ પીએમ બનવાનુ છે.
રામ મંદિર આંદોલન માત્ર હિન્દુત્વ અને બહુમતીવાદને મુખ્ય પ્રવાહમાં લાવી ન હતી, પરંતુ ભારતીય રાજકારણનું સ્વરૂપ પણ બદલી નાખ્યું હતું. મંદિરનો મુદ્દો રાજકારણમાં આવતાની સાથે જ પછીની દરેક ચૂંટણી પર તેની અસર જોવા મળી. તેની અસર આ વખતની ચૂંટણી પર પણ પડશે તેવું લાગી રહ્યું છે.
શું આગામી થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મંદિર સૌથી મોટો મુદ્દો હશે? છેલ્લા ત્રણ દાયકામાં ભાજપે આ મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવ્યો છે. રામ મંદિર ઉપરાંત વૈશ્વિક સ્તર પર ભારતનુ વધતુ કદ પણ મોદીની લોકપ્રિયતાની મોટી ઉપલબ્ધિ છે. સર્વેમાં સામેલ 19 ટકા લોકોનુ કહેવુ છે કે વૈશ્વિક સ્તર પર ભારતના સતત વધતા કદે મોદીની લોકપ્રિયતા વધારી છે.
પીએમ મોદી હાર્યા તો પણ બનશે ઈતિહાસ
આ તો થઈ પીએમ મોદીના જીતને લઈને શક્યતા. પણ જો પીએમ મોદી હારી ગયા તો.. જો કે આ લગભગ અશક્ય છે. પણ જો પીએમ મોદી હારી પણ જાય તો પણ ઈતિહાસ બની જશે. 2001માં સીએમ બન્યા પછી તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 2014માં કેન્દ્રની સત્તા પર પહોચ્યા પછી 2019માં પણ તેઓ અપરાજેય રહ્યા. હવે જોવાનુ એ છે કે 2024માં તેઓ ત્રીજીવાર જીતીને કયો નવો રેકોર્ડ બનાવશે.