Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

PM મોદીના ભાષણને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ

PM narendra modi in ahmedabd viral video
, મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (18:27 IST)
- સંસદમાં આપેલા ભાષણની વીડિયો ક્લિપને એડિટ કરીને વાઇરલ
- ડ્રાઇવર તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી
-અનામત મુદ્દે PM મોદીનું ભાષણ ખોટી રીતે મૂક્યું હતું. 

 
Ahmedabad - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં આપેલા ભાષણની વીડિયો ક્લિપને એડિટ કરીને વાઇરલ કરનાર શખસ સામે અમદાવાદ સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે ડ્રાઇવર તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો તે જાણવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનામત સંદર્ભે PM નરેન્દ્ર મોદીનો વીડિયો એડિટ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. તાજેતરમાં સંસદમાં થયેલા સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ મુદ્દે ભાષણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ સમયે તેમના વીડિયોને એડિટ કરીને અનામતના મુદ્દે ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

અલગ અલગ જગ્યાએ તપાસ કરતા જાણવા મળ્યું કે અમદાવાદમાં રહેતા મહેન્દ્ર કરસનભાઇ ડોડિયા નામના 43 વર્ષના વ્યક્તિએ આ વીડિયો એડિટ કરીને કેટલીક જગ્યાએ વાઇરલ કર્યો હતો.અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્ર ડોડિયા પોતે ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે સોશિયલ મીડિયા પર અનામત મુદ્દે PM મોદીનું ભાષણ ખોટી રીતે મૂક્યું હતું. જેથી પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. હજી આ કરવા પાછળ તેનું રાજકીય કે વ્યક્તિગત કારણ છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ વીડિયો વાઇરલ થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમે કડક કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં 16 ફેબ્રુઆરીથી 19મા NIDJAM-2024નો પ્રારંભ થશે, 5500 ખેલાડીઓ ભાગ લેશે