Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

ગુજરાતના જામનગરમાં લૈંડ થયા ફ્રાંસથી ભારત આવી રહેલા ત્રણ વધુ ફાઈટર જેટ રાફેલ, વધશે વાયુસેનાની તાકત

ગુજરાત જામનગર
, ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (11:18 IST)
rafale
ચીન સાથે ચાલી રહેલા સૈન્ય વિવાદ વચ્ચે ભારતીય વાયુસેના (IAF) ને વધુ તાકત મળવા જઈ રહી છે. ત્રણ વધુ રાફેલ લડાકૂ વિમાનો (Rafale fighter planes)નો જથ્થો ફ્રાંસથી અટક્યા વગર બુધવારે એટલે કે આજે ગુજરાતના જામનગર(Jamnagar of Gujarat)માં લેંડ કરશે. ત્રણ નવા ફાઇટર જેટ રાફેલની સંખ્યાને કુલ 36માંથી 29 સુધી વધારી દેશે, જેને ભારતે 2016માં 60,000 કરોડ રૂપિયાના સૌદાના ભાગરૂપે ઓર્ડર કર્યો હતો. 
 
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તે જામનગર એરપોર્ટ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આ રાફેલ ફ્રાન્સથી પ્રથમ આવનાર છે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્ક્વોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.
 
કુલ 36 વિમાનો માટે થઈ છે સમજૂતી 
 
કેન્દ્રએ લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાંસ સાથે આંતર-સરકારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ગયા વર્ષે 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનોનો જથ્થો ભારત પહોંચ્યો હતો. 
 
આગામી ત્રણ રાફેલ જેટ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયે ભારત પહોંચવા તૈયાર છે અને 26 જાન્યુઆરી સુધીમાં તે ઓપરેશનલ સ્ક્વોડ્રનમાં સામેલ થઈ જશે. યોજના મુજબ, 36માં અને અંતિમ રાફેલમાં વિશેષ સંવર્ધનનો સમાવેશ થશે જે તેને વધુ ઘાતક અને કાબેલ બનાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ફાફડાનો ભાવ કિલોએ 440થી 800, જલેબીનો ભાવ 560થી 960એ પહોંચ્યો,