Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jalebi Fafda- જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?

webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2022 (10:10 IST)
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો? 
 
જેમકે અમે બધા જાણીએ છે કે દશેરાના દિવસે ભગવાન શ્રીરામએ રાવણને વધ કરી વિજય મેળવી હતી. તેને ખુશીમાં લોકોએ શ્રીરામને ભાવતી શાશ્કુલી જેને અમે બધા જલેબી કહીએ છે એ શાશ્કુલી(જલેબી) નગરમાં વહેંચી હતી. ત્યારથી જ ગુજરાતીઓ જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. રામની રાવણ પર જીતની ખુશીમાં આ દિવસે જલેબી ખાઈએ છે. હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઈએ. આથી નવરાત્રિના નવ દિવસ પછી દશેરાના દિવસ જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે. આથી જ દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર લાંબી લાઈન જોવા મળે છે.
 
મીઠાઈની સાથે કોઈ ફરસાણનો ચટકારા હોય તો મજા બમણી થઈ જાય છે. તેથી તેની સાથે લોકો ફાફડા ખાવાના વિક્લ્પ ઉત્તમ માન્યું. ત્યારથી જ દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાની પરંપરા શરૂ કરી દીધી.
 
ફાફડા અને જલેબીને માત્ર સ્‍વાદની મજા માણવા માટે ટેસ્ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે તો ખાવા હેલ્થ માટે જોખમી છે. ફાફડા વાસી તેલમાંથી બન્યાં હોય તો તેમાં ટોક્સિન તત્વ વધુ પ્રમાણમાં હોય તે નુકસાન વધુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્વો હોતાં જ નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્લુકોઝ જતાં શક્તિ જેવું લાગે છે.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દશેરા પર શા માટે આરોગીએ છે જલેબી ફાફડા, પણ ખાતા પહેલા ચેતજો