Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dussehra 2025 - દશેરા પર શમી પૂજા કરવાના ચમત્કારિક લાભ

Dussehra 2025
, બુધવાર, 1 ઑક્ટોબર 2025 (20:11 IST)
Shami puja- શમી પર અનેક દેવતા એક સાથે નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરવામાં આવેલ યજ્ઞોમાં શમી વૃક્ષની સમિધાઓને અર્પિત કરવો ખૂબ શુભ અને શીઘ્ર ફળદાયક માનવામાં આવે છે. શમીનો છોડ ઘરમાં રોપિત કરવાથી શનિના આશીર્વાદને પ્રાપ્ત થવાની સાથે જ પૈસા પણ ઉગવા માંડે છે.  (ધરમાં પૈસાની આવક વધે છે)

સુવર્ણ મુદ્રાઓના પ્રતીકના રૂપમાં આજે પણ શમીની પૂજા કરવામાં આવે છે. શમીના પત્તા એકબીજાને આપવામાં આવે છે. આ પત્તા આપવા પાછળ એવી ભાવના છે કે જે વૈભવ મને મળ્યો છે તે હું એકલો નહી ભોગવુ. અમે બધા હળી-મળીને ભોગવીશુ. અમે વહેંચીને ખાઈશુ.

સામાન્ય લોકો માટે પૂજન વિધિ
- સામાન્ય લોકોએ સવારે નિત્યક્રમથી પરવારી દેવીનુ વિધિવત પૂજન કરવુ જોઈએ. નવમી વિજયા દશમીએ વિસર્જન અને નવરાત્રિના પારણા કરવા જોઈએ.
- સવારે ઈશાન દિશામાં શુધ્ધ ભૂમિ પર ચંદન, કંકુ વગેરેથી અષ્ટદળ કમળનું નિર્માણ કરીને બધી સામગ્રી ભેગી કરીને અપરાજિતા દેવે સાથે વિજયા દેવીઓનું પૂજન કરો.
- શમી વૃક્ષની પાસે જઈને વિધિપૂર્વક શમી દેવનુ પૂજન કરો. તેના વૃક્ષની માટી લઈને પાછા ફરો.
-તે માટી કોઈ પવિત્ર જગ્યાએ મૂકો.
- આ દિવસે શમીના તૂટેલા પાન, કે ડાળીયોની પૂજા ન કરવી જોઈએ.
જો આપણે રાવણ દહનનો આનંદ ન લઈએ તો વિજયાદશમીનો ઉત્સવ અધૂરો રહી જાય છે. એક બાજુ મોટા મોટા દશેરા મેદાનોમાં રાવણ, કુંભકર્ણ અને મેધનાદના
 
પૂતળા બાળવાની પરંપરા છે. નાની ગલીયોમાં ઘરોમાં પણ આયોજનો થવા લાગ્યા છે. કામ ક્રોધ મદ લોભ રૂપી આ રાવણનું દહન કરી બધા આગામી વર્ષની
 
સફળતા માટે પ્રાર્થના કરે છે.
ક્ષત્રિયો/રાજપૂતો માટે પૂજન વિધિ - સાધકે આ દિવસે પ્રાત: સ્નાનાદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને નિમ્ન સંકલ્પ લો.
 
જો આપણે રાવણ દહનનો આનંદ ન લઈએ તો વિજયાદશમીનો ઉત્સવ અધૂરો રહી જાય છે. એક બાજુ મોટા મોટા દશેરા મેદાનોમાં રાવણ, કુંભકર્ણ અને મેધનાદના પૂતળા બાળવાની પરંપરા છે. નાની ગલીયોમાં ઘરોમાં પણ આયોજનો થવા લાગ્યા છે. કામ ક્રોધ મદ લોભ રૂપી આ રાવણનું દહન કરી બધા આગામી વર્ષની 
સફળતા માટે પ્રાર્થના કરે છે.

વાસ્તુ શાસ્ત્રી માને છે કે રોજ શમીનું પૂજન કરવાથી અને તેની પાસે સરસિયાના તેલનો દિવો અર્પિત કરવાથી શનિ દોષથી તો મુક્તિ મળે જ છે સાથે જ ધન સંપત્તિનુ આગમન થાય છે. 
 
ઘરની નકારાત્મક ઉર્જાને શમીનો છોડ પોતાની ઉપર લઈ લે છે. 
 
ઘર પર કરવામાં આવેલ ટોના-ટોટકાને શમી શાંત કરે છે. 
 
ખરાબ નજરને કારણે પ્રગતિમાં આવનારા અવરોધને પણ શમીનો છોડ દૂર કરે છે. 
 
શમીના કાંટા તંત્ર-મંત્ર અવરોધો અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ