માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને માર્ચથી દેશભરમાં કેશલેસ સારવાર મળવા લાગશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ યોજનાની શરૂઆત કરી અને કહ્યું કે કોઈપણ પ્રકારના રસ્તા પર વાહનોને કારણે થતા અકસ્માતના કિસ્સામાં ઘાયલોને 7 દિવસ સુધી કેશલેસ સારવાર આપવામાં આવશે, પ્રતિ વ્યક્તિ અકસ્માત દીઠ મહત્તમ રૂ. 1.5 લાખ સુધી.
આ યોજનાના અમલીકરણની જવાબદારી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની રહેશે. મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટ આગામી સંસદ સત્રમાં રજૂ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 14 માર્ચ, 2024ના રોજ માર્ગ અકસ્માત પીડિતોને 'કેશલેસ' સારવાર પૂરી પાડવા માટે પાયલોટ યોજના શરૂ કરી હતી.
બાદમાં આ યોજના 6 રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી. હવે માર્ચથી સમગ્ર દેશમાં તેને લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.