Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pune Bus Accident- મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, લગ્નમાં જતી ખાનગી બસ પલટી, 5નાં મોત, 27 ઘાયલ

Pune Bus Accident- મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, લગ્નમાં જતી ખાનગી બસ પલટી, 5નાં મોત, 27 ઘાયલ
, શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 (14:39 IST)
Pune Bus accident- મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. શુક્રવારે સવારે લગ્ન સમારોહમાંથી લોકોને લઈ જતી હાઈસ્પીડ બસ પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે.
 
વળાંક પર બસ પલટી ગઈ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત સવારે લગભગ 9.15 વાગ્યે માનગાંવ નજીક તામહિની ઘાટ પર થયો હતો. બસ પુણેના લોહેગાંવથી મહાડના બિરવાડી તરફ જઈ રહી હતી. ત્યારે એક વળાંક પર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. આ પછી વાહન પલટી ગયું હતું.
 
મૃતકોની ઓળખ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. 27 ઘાયલ લોકોને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મૃતકોની ઓળખ સંગીતા જાધવ, ગૌરવ દરાડે, શિલ્પા પવાર અને વંદના જાધવ તરીકે કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ હજુ બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bibek Pangeni Passed Away: કોણ છે વિવેક પંગેની ? પત્ની સૃજના સુબેદીએ કર્યો નિસ્વાર્થ પ્રેમ, જેના નિધન બાદ સોશિયલ મીડિયા પર લોકો થયા હતાશ