Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jaipur fire- LPG અને CNG ટ્રક વચ્ચે અથડાતા પેટ્રોલ પંપ પર લાગી ભીષણ આગ, લોકો જીવતા દાઝી ગયા

fire in jaipur
, શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 (08:55 IST)
Jaipur fire news- રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પંપની બહાર ટ્રક અથડાયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભીષણ આગમાં લોકો જીવતા બળી ગયા હતા. આ ઘટના સવારે લગભગ 5.30 વાગ્યે અજમેર રોડ પર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક અને અન્ય વાહનો વચ્ચે અથડામણ બાદ પેટ્રોલ પંપ પાસે ઉભેલા સીએનજી ટેન્કરમાં આગ લાગી હતી.

જયસિંહપુરા પહેલા જ મોટા અકસ્માતને પગલે હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ પરથી મુસાફરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો વચ્ચે, સિવિલ ડિફેન્સની ટીમ પણ સ્થાનિક લોકોની મદદથી સ્થળ પર બચાવ કાર્ય કરી રહી છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coldwave Yellow alert- ગુજરાતમાં ઠંડા પવનો સાથે તીવ્ર ઠંડી; શીત લહેરોની પીળી ચેતવણી