Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

ફ્લાઈઓવર પરથી નીચે પડ્યુ ઓઈલ ટેંકર, Video મા જોવા મળ્યુ ખતરનાક દ્રશ્ય

Tanker fell from flyover
, સોમવાર, 31 માર્ચ 2025 (12:26 IST)
Tanker fell from flyover
મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસવે પર અચાનક કેરોસિનથી ભરેલુ એક ટૈંકર ફ્લાયઓવર પરથી નીચે પડી ગયુ અને તેમા આગ લાગી ગઈ. ઘટના નિકટના એક  CCTV માં કેદ થઈ ગઈ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉપર બનેલા ફ્લાયઓવર પરથી એક ઓઈલ ટૈંકર નીચે રસ્તા પર આવી પડે છે. જેમાં ટૈંકરમાં ભરેલુ તેલ રસ્તા પર વહેવા માંડે છે અને થોડી જ વારમાં એ ટ્રકમા આગ લાગી જાય છે.  સારુ રહ્યુ કે ટેંકરને નીચે પડતા લોકોએ જોઈ લીધુ જેને કારણે લોકો ત્યાથી જીવ બચાવીને ભાગ્યા.  

 
પાલઘરના મનોરમાં મસાન નાકા પાસે થઈ દુર્ઘટના 
ઘરના રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસની બતાવાય રહી છે. એવુ બતાવાય રહ્યુ છે કે પાલઘરના મનોરમાં મસાન નાકાના વ્યસ્ત ચારરસ્તા પર આ દુર્ઘટના થઈ. જેમા ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધુ અને ટેંકર સર્વિસ રોડ પર જઈ પડ્યુ. દુર્ઘટનામાં ચાલક અને વાહક ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. ઘટનસ્થળ પર હાજર લોકોએ તરત જ પોલીસને દુર્ઘટનાની માહિતી આપી.  જ્યારબાદ અધિકારી તરત જ ઘટનાસ્થળ પર પહોચ્યા અને દુર્ઘટનાને લઈને તપાસ શરૂ કરી.  દુર્ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે વાહનવ્યવ્હાર ખોરવાયો હતો.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બંગાળમાં રમખાણોનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે - ઈદના અવસર પર CM મમતાએ લગાવ્યો મોટો આરોપ