Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

Haryana road accident: હરિયાણામા માર્ગ અકસ્માતમા ગુજરાત પોલીસના 3 જવાનોના મોત

Haryana road accident
, બુધવાર, 26 માર્ચ 2025 (11:39 IST)
Haryana road accident
Haryana road accident: હરિયાણાના સિરસા જીલ્લામાં ભારતમાલા રોડ પર બુધવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ.  ગુજરાત પોલીસનુ વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયુ. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ જવાનોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા અને એક પોલીસ કર્મચારી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો.  
 
મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારે સવારે 5.30 મિનિટે થઈ છે. ગુજરાત પોલીસની એક ટીમ ડબવાલી ક્ષેત્રના વેડિંગ ખેડામા એક મામલાની શોધખોળ કરવા આવી હતી. જેવી જ તેમની કાર વિવાહ સ્થળ પર પહોચી તેમની ટક્કર એક અજાણ્યા વાહન સાથે થઈ ગઈ.  ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. 
 
સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મ પ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
 
રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અક્સ્માતના સમાચાર મળતા જ ACP આઈ ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Live News- પીએમ મોદી આજે છાવા ફિલ્મ દેખશે, કેબિનેટ મંત્રીઓ અને સંસદના સભ્યો પણ હાજર રહેશે