Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

બંગાળમાં રમખાણોનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે - ઈદના અવસર પર CM મમતાએ લગાવ્યો મોટો આરોપ

mamata banerjee
, સોમવાર, 31 માર્ચ 2025 (11:03 IST)
mamata banerjee
 
દેશના વિવિધ ભાગમાં ઈદના તહેવારની ખુશીઓ સાથે ધૂમધામથી ઉજવાય રહી છે. અનેક દળોના નેતાઓ પણ ઈદના અવસર પર મુસ્લિમ સમાજ સાથે જોવા મળી રહ્યા છે. જો કે આ દરમિયાન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટો આરોપ લગાવ્યો છે. કલકત્તામાં ઈદની નમાજ દરમિય આન સીએમ મમતા બેનર્જીને કહ્યુ - બંગાળમાં રમખાણો ભડકાવવા માટે ઉપસાવવાને કોશિશ કરવામાં આવી રહી છે. આ જાળમાં ન ફસાશો. બંગાળ સરકાર અલ્પસંખ્યકોની સાથે ઉભી છે. કોઈપણ રાજ્યમાં તનાવ ભડકાવી શકતુ નથી. 
 
અમે ધર્મનિરપેક્ષ છીએ - મમતા 
ईનવરાત્રીના અવસરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાની ઈદગાહ ખાતે કહ્યું - "આપણે ધર્મનિરપેક્ષ છીએ. નવરાત્રી ચાલી રહી છે, હું પણ એ જ ઈચ્છું છું, પરંતુ અમે નથી ઇચ્છતા કે કોઈ અરાજકતા ફેલાવે. સામાન્ય લોકો અરાજકતા ફેલાવતા નથી, પરંતુ રાજકીય પક્ષો તે કરે છે. આ શરમજનક વાત છે. અમે બધા ધર્મો માટે આપણા જીવનનું બલિદાન આપવા તૈયાર છીએ. બહુમતીની ફરજ લઘુમતીઓનું રક્ષણ કરવાની છે, અને લઘુમતીઓની ફરજ બહુમતી સાથે રહેવાની છે."
 
એ લોકો રમખાણો કરવા માંગે છે - મમતા  
મમતા બેનર્જીએ ઈદના અવસર પર કહ્યું કે તેઓ ઈદ માટે લંડનથી વહેલા પરત ફર્યા છે. મમતાએ કહ્યું- "દરેક વ્યક્તિએ શાંતિથી રહેવું જોઈએ, સુમેળમાં રહેવું જોઈએ. આપણો દરેક ધર્મ, દરેક તહેવાર દરેક માટે છે. અમે હંમેશા તમારી સાથે છીએ. અમને ડાબેરીઓ અને રામ સાથે મળીને પૂછવામાં આવ્યું. મને પૂછવામાં આવ્યું કે શું હું હિન્દુ છું? મેં ગર્વથી કહ્યું કે હું હિન્દુ તેમજ મુસ્લિમ પણ છું. તેઓ ભાગલા પાડવા માંગે છે. તેઓ ષડયંત્ર તરીકે રમખાણો કરાવવા માંગે છે, તેમના ફાંદામાં ન ફસો. દીદી તમારી સાથે છે, અભિષેક તમારી સાથે છે, આખી સરકાર તમારી સાથે છે. અહીં તેઓ રમખાણો માટે રાષ્ટ્રપતિ શાસનની વાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મણિપુરમાં શું થયું? પહેલા બંધારણને સુરક્ષિત રાખો. રમખાણો સામાન્ય લોકો દ્વારા નહીં, પરંતુ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે."
 
હુ એકલી 100 ને બરાબર છુ - મમતા 
મમતાએ કહ્યુ - હુ નવરાત્રિની શુભકામના પણ આપુ છે. હુ એકલી જ 100 ને બરાબર છુ. મેજોરિટીનો ધર્મ હોય છે. માઈનોરિટી સાથે રહેવુ. હુ જીવન આપવા માટે તૈયાર છુ પણ ideology નથી છોડી શકતી. જેટલી મરજી ગાળો આપો, તમારી દુઆમાં અમે પણ સામેલ છીએ. સૌનો સાથ સૌનો વિકાસ ખોટુ સ્લોગન છે. અમે રામકૃષ્ણને, વિવેકાનંદને માનીએ છીએ, પણ એક જુમલા પાર્ટીએ જે ધર્મ બનાવ્યો છે અમે તેમના વિરુદ્ધ છીએ. તે હિન્દુ વિરોધી છે.. તે સૌદા કરે છે. કોઈને રમખાણ કરવા નહી દઉ. જો તેમને ભગાડવા છે તો રમખાણો રોકવાના છે.   
 
બંગાલને અશાંત કરવાની કોશિશ - અભિષેક 
TMC સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું- "છેલ્લા કેટલાક દિવસોથી બંગાળને અશાંત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો બંગાળમાં લોકો એક થયા ન હોત, તો દેશમાં આ લોકોની તાનાશાહી હોત. જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે, જેઓ વિચારે છે કે તેઓ NRC, CAA કરીને કોઈને પણ બહાર કાઢી શકે છે. આ માટીમાં બધાનું લોહી છે, ભારત કોઈના બાપનું નથી. કેટલાક કહે છે કે, હિન્દુઓ ખતરામાં છે કે મુસ્લિમો ખતરામાં છે, પરંતુ ભાજપનો ચશ્મા ઉતારીને જુઓ, આખું ભારત ખતરામાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભરમાં ઉજવાઈ રહી છે ઈદ, મસ્જિદોમાં નમાઝની ભારે ભીડ; તેમજ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી