Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાન ખુર્શીદે શા માટે કહ્યું કે દેશભક્ત હોવું કેટલું કઠિન છે

all party delegation
, મંગળવાર, 3 જૂન 2025 (16:37 IST)
કૉંગ્રેસ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું છે કે એ નિરાશ કરનારું છે જ્યારે તેઓ 'આતંકવાદ સામે' વિદેશમાં મિશન પર છે ત્યારે ઘરે કેટલાક લોકો તેમની 'રાજકીય વફાદારી'નો હિસાબ કરવામાં લાગ્યા છે.
 
તેમણે મલેશિયાની યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "હું આતંકવાદ સામે ભારતનો સંદેશ આપવાના મિશન પર છું, પરંતુ ઘરમાં લોકો મારી રાજનીતિક વફાદારીનો હિસાબ કરી રહ્યા છે."
 
તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "લોકો એવી વાતો કરે છે કે તમે જે શિષ્ટમંડળમાં છો ત્યાં ભાજપના લોકો છે તો તમે શું કરી રહ્યા છો. તમે ત્યાં શું કરો છો. અમે દેશના મિશન પર છીએ જે જરૂરી છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કઈ પાર્ટીમાં છો. આજે એક અવાજ દેશના સમર્થનમાં બોલવાની જરૂર છે અને અમે એ જ કરી રહ્યા છીએ."
 
તેમણે એમ પણ કહ્યું, "જ્યારે હું કહું છું કે દેશભક્ત બનવું કેટલું કઠિન છે તો સવાલ એમને પૂછાવો જોઈએ જેઓ ઍક્સ પર આવી વાતો કહેતા ફરે છે. જે મારા હિસાબે દેશ માટે કંઈક કરનારાઓ માટે નિરાશ કરનારી છે."
 
સલમાન ખુર્શીદ પાકિસ્તાન સાથેના સૈન્ય સંઘર્ષ બાદ દુનિયાભરમાં 'આતંકવાદ સામે સમર્થન' મેળવવા માટે ભારતે મોકલેલા સર્વપક્ષીય શિષ્ટમંડળનો હિસ્સો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'હું ઇસ્લામ અપનાવીશ...', વાયરલ ગર્લ મોનાલિસાને લોન્ચ કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાએ હિન્દુ ધર્મ છોડવાની ધમકી આપી