મહારાષ્ટ્ર સરકારના પાથરી ગામમાં તીર્થસ્થળ વિકસિત કરવાના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે. સાંઈબાબાના જન્મ સ્થળ વિવાદને કારણે 19 જાન્યુઆરથી સાઈ મંદિરના અનિશ્ચિત સમય સુધી બંધ રહેવાના સમાચાર આવ્યા હતા. આ વિશે શિરડીમાં સાઈ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી દીપક મુગલીકરે સ્પષ્ટીકરણ્ણ આપતા કહ્યુ કે મીડિયામાં સમાચાર છે કે શિરડીમાં સાઈ મંદિર 19 જાન્યુઆરીથી બંધ રહેશે. હુ સ્પષ્ટ કરવા માંગુ છુ કે આ ફક્ત એક અફવા જ છે. મંદિર 19 જાન્યુઆરીના રોજ ખુલ્લુ રહેશે.
શિરડી એ અહમદનગર જિલ્લામાં 19 મી સદીના સંત સાંઈ બાબાનું નિવાસસ્થાન હતું. પરભની જિલ્લામાં પથરીને ભક્તોનો મોટો હિસ્સો સાંઇ બાબાનું જન્મસ્થળ માનતા હોય છે. પરભણી જિલ્લામાં પાથરી શિરડીથી લગભગ 275 કિમી દૂર આવેલું છે. ઉદ્ધવ ઠાકરેએ તેને સાંઈનું જન્મસ્થળ ગણાવ્યું હતું. તેના વિકાસ માટે 100 કરોડની જાહેરાત કરી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઘોષણા બાદ સાંઇ બાબાના જન્મસ્થળનો વિવાદ ઉભો થયો છે. એનસીપી નેતા દુરરાની અબ્દુલ્લા ખાને દાવો કર્યો છે કે સાઈ બાબાના જન્મસ્થળને પાથરી સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. તેમણે કહ્યું, 'શિરડી સાઈ બાબાની કર્મભૂમિ છે, જ્યારે પાથરી જન્મસ્થળ છે. બંને જગ્યાઓનું પોતાનું મહત્વ છે.
દેશ-વિદેશના પર્યટકો પથરી પહોંચે છે, પરંતુ કોઈ માળખુ નથી. ખાને કહ્યું કે, 'શિરડીના લોકો માટે ભંડોળનો મુદ્દો નથી, તેઓ ફક્ત ઇચ્છે છે કે પથરીને સાંઈ બાબાનું જન્મસ્થળ ન કહેવામાં આવે.' શિરડીના રહીશોને ડર છે કે જો પાથરી પ્રખ્યાત થશે તો તેમના નગરમાં ભક્તોનું આગમન ઓછું થઈ જશે.