Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PHOTOS: અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસનું આજે ઉદ્દઘાટન, જાણો ટ્રેન વિશે એ બધુ જે તમે જાણવા માંગો છો

PHOTOS: અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસનું આજે ઉદ્દઘાટન, જાણો ટ્રેન વિશે એ બધુ જે તમે જાણવા માંગો છો
, શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (11:36 IST)
ટ્રેનમાં પ્લેનનો અહેસાસ કરાવનારી તેજસ ટ્રેન હવે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવા માટે તૈયાર છે. આધુનિકરણ સુવિદ્યાઓથી યુક્ત દેશમાં બીજી કોર્પોરેટ ટ્રેન તેજસને આજે ગુજરાતના અમદાવાદથી રેલ મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગ્રીન સિગ્નલ આપીને  રવાના કરશે. જુઓ તેજસના શાનદાર ફોટા 
webdunia
-  ટ્રેનની દરેક સીટની પાછળ એલઈડી સ્ક્રીન્ન લાગેલી હોવા સાથે જ વાઈફાઈ સુવિદ્યા પણ છે. 
 
-  તેજસ ટ્રેન અત્યાધુનિક સુવિદ્યાઓથી યુક્ત દેશની અલ્ટ્રા મોર્ડન પ્રાઈવેટ ટ્રેન છે. 
 
-  નવી તેજસ એકસપ્રેસ ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનુ મળતુ સ્વરૂપ ક હ્હે જે મુસાફરોની સુવિદ્યાઓને વધારશે. 
webdunia
-  આ ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. 
 
-  સામાન્ય લોકો 19 જાન્યુઆરીથી આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રેલ મંત્રીએ આ માહિતી ટ્વિટર પર આપી છે. 
webdunia
-  આ બીજી પ્રાઈવેટ/કોર્પોરેટ ટ્રેન છે. 
 
-  આ ટ્રેનની ટિકિટનુ બુકિંગ ફક્ત ઓનલઈન જ થશે.  આઈઆરસીટીસીની વેબસાઈટ અને તેના ઓનલાઈન ભાગીદાર પેટીએમ, ફોન પે, મેક માય ટ્રિપ, ગૂગલ, આઈબીબો, રેલ યાત્રી વગેરે એપના માધ્યાથી બુક કરી શકાય છે.  રેલવે કાઉંટરો પરથી આ ટિકિટનુ બુકિંગ નહી થઈ શકે. 
webdunia
-  આ ટ્રેન સંપૂર્ણ એરકંડિશનિંગ છે.   આ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ક્લાસ ચેયર ક્લાસની બે બોગીઓ રહેશે. જેમા 56-56 સીટ રહેશે. આ ઉપરાંત ચેયર કારની આઠ બોગીઓ રહેશે અને દરેક 78 સીટોની જોગવાઈ રહેશે. આ ટ્રેનની કુલ ક્ષમતા 736 મુસાફરોની છે.
 
- અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ચાલશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે.  આ દરમિયાન આ વચ્ચે નાંદેડ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોલીવલીમાં રોકાશે.  પાછી ફરતી વખતે તે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે નીકળશે અને અમદાવાદ રાત્રે 9.55 વાગ્યે પહોંચશે. 
webdunia
- આ ટ્રેનની ટિકિટમાં કોઈ કન્સેશન નથી. 5 વર્ષથી મોટા બાળકોની પણ આખી ટિકિટ લાગશે તેનાથી નાના બાળકોનો ઉલ્લેખ કરવો પડશે પણ તેમની ટિકિટ નહી લાગે કે તેમને સીટ પણ નહી મળે. આ ટ્રેનમાં તત્કાલની કોઈ જોગવાઈ નથી. 
 
-  આ ટ્રેનમાં વિદેશી પર્યટકો માટે 18 સીટો રિઝર્વ રહેશે. 
 
-  આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM રૂપાણી : મારા પહેલાં ગુજરાત સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હતો