Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP: PM આજે પ્રયાગરાજમાં મોદીનો અનોખો કાર્યક્રમ, બે લાખથી વધુ મહિલાઓ થશે સામેલ, જાણી લો સંપૂર્ણ શેડ્યૂલ

UP: PM આજે પ્રયાગરાજમાં મોદીનો અનોખો કાર્યક્રમ, બે લાખથી વધુ મહિલાઓ થશે સામેલ,  જાણી લો સંપૂર્ણ શેડ્યૂલ
, મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (08:46 IST)
વિધાનસભા ચૂંટણી(UP Assembly Election)નિકટ આવતા જ પીએમ મોદી યુપી પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન પીએમ સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓના ખાતામાં 1 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર (PM Modi Fund Transfer)કરશે . આ સાથે પીએમ 202 સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ પણ કરશે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સ્વયં-સહાય જૂથ સાથે જોડાયેલી 78 મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કરશે. પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમાચાર મુજબ પીએમ મોદીના કાર્યક્રમમાં 2 લાખથી વધુ મહિલાઓ હાજરી આપશે.
 
PM મોદી દ્વારા રૂપિયા ટ્રાન્સફરનો સીધો લાભ 16 લાખ મહિલાઓને મળશે. મહિલાઓને મૂળથી મજબૂત બનાવવાના પીએમ મોદીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજમાં પીએમ મોદી (PM Modi Prayagraj Visit) એક લાખ એક હજાર લાભાર્થીઓને સીએમ કન્યા સુમંગલા યોજના (Kanya Sumangala Yojana) હેઠળ રૂ. 20.20 કરોડની રકમ પણ ટ્રાન્સફર કરશે. પીએમ મોદીએ 80 હજાર સ્વયં-સહાયતા  જૂથના દરેક ગ્રુપને(Self Help Group) રૂ.1.10 લાખના દરે રૂ.880 કરોડનું CIF પણ આપશે. આ સાથે 60 હજાર સ્વયં-સહાયક જૂથોને 15 હજાર રૂપિયા પ્રતિ જૂથના દરે કુલ 120 કરોડ રૂપિયા આપવામાં આવશે. પીએમ મોદી લગભગ બે કલાક પ્રયાગરાજમાં રહેશે.
 
મહિલાઓને ફંડ ટ્રાન્સફર કરશે પીએમ મોદી 
 
સમાચાર અનુસાર, PM મોદી બપોરે લગભગ 12.45 વાગ્યે વિશેષ વિમાન દ્વારા બહ્મરૌલી એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર જશે. પીએમ મોદીનો કાર્યક્રમ લગભગ 1 કલાક 10 મિનિટ ચાલશે. આ દરમિયાન મહિલાઓના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની સાથે તે પસંદ કરાયેલ મહિલાઓનું સન્માન પણ કરશે. આ સાથે તે મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ સિવાય રાજ્યના તમામ મોટા મંત્રીઓ તેમની સાથે હાજર રહેશે. કપિબ પીએમ બમહૌલી એરપોર્ટથી પોણા ત્રણ વાગ્યે રવાના થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat: BJP હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન AAP અને BJPના કાર્યકરો ઘર્ષણ થયા, 500 લોકોના ટોળા સામે કેસ નોંધાયો; 70 કાર્યકરોની ધરપકડ