વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ડિપૉઝિટર્સ ફર્સ્ટ કાર્યક્રમના સંબોધનમાં કહ્યું કે આજે દેશના કરોડો ખાતેદારો માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે.
તેમણે કહ્યું કે, "દાયકાઓથી ચાલતી આ મોટી સમસ્યાનું સમાધાન કઈ રીતે આવ્યું, એનો સાક્ષી આજનો દિવસ બનશે."
"દેશમાં ખાતેદારો માટે ઇન્સ્યૉરન્સની વ્યવસ્થા 60ના દાયકામાં લાવવામાં આવી હતી."
તે સમયે બૅન્કમાં જમા રકમમાંથી માત્ર 50 હજાર રૂપિયા સુધીની રકમની ગૅરંટી હતી. જે વધારીને એક લાખ રૂપિયા અને ત્યાર બાદ પાંચ લાખ કરવામાં આવી હતી.
અગાઉ આ રકમ ક્યારે મળશે તેનું પણ કોઇ પ્રાવધાન ન હતું. જે અંગે કાયદો લાવીને 90 દિવસમાં ખાતેદારોને પૈસા પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
જેના કારણે પાછલા કેટલાક દિવસોમાં બૅન્કોમાં વર્ષોથી અટવાયેલા ખાતેદારોના 1300 કરોડ રૂપિયા પાછા મળ્યા છે.