Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Photos - ધ્યાન મુદ્રામાં લીન થયા પીએમ મોદી, જાણો કેટલા કલાક સુધી નહી ગ્રહણ કરે અન્ન

PM modi dhyan sadhna
, શુક્રવાર, 31 મે 2024 (11:46 IST)
લોકસભા ચૂંટણી 2024 માટે અંતિમ ચરણનો ચૂંટણી પ્રચાર ખતમ થઈ ચુયો છે. 1 જૂન 2024ના રોજ ચૂંટણીના સાતમા ફેઝ માટે વોટિંગ થશે. આ દરમિયાન હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર ખતમ કરીને કન્યાકુમારી પહોંચી ચુક્યા છે. કાર્યક્રમના મુજબ પીએમ મોદી વિવેકાનંદ રૉક મેમોરિયલ પહોચ્યા છે. તેઓ ત્યા 30 મે ની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરવાના છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી હવે ધ્યાન મુદ્રામાં બેસી ચુક્યા છે.. 
webdunia
સામે આવી પીએમ મોદીની તસ્વીરો 
કન્યાકુમારીમાં સમુદ્રની વચ્ચે આવેલ વિવેકાનંદ રૉક મેમોરિયલમાં પીએમ મોદી ધ્યાન મુદ્રામાં બેસેલી તસ્વીરો સામે આઈ છે. પીએમ મોદી અહી ધ્યાન મુદ્રા પર બેસેલા છે. 
45 કલાક સુધી નહી ગ્રહણ કરે અન્ન 
પીએમ મોદીએ વિવેકાનંદ રૉક મેમોરિયલમાં ધ્યાન શરૂ કરી દીધુ છે. પીએમના શેડ્યુલ મુજબ તેઓ હવે 45 કલાક સુધી કોઈ અન્ન ગ્રહણ નહી કરે. તેઓ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માત્ર તરલ આહાર ગ્રહણ કરશે.  મળતી માહિતી મુજબ  તેઓ ધ્યાન રૂમની બહાર નહી નીકળે અને મૌન રહેશે. તેઓ 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. 
 
પીએમ મોદીની પર્સનલ યાત્રા - અન્નામલાઈ 
ધ્યાનમાં બેસતા પહેલા મોદી થોડી વાર માટે મંડપની તરફ જનારી સીઢીઓ પર ઉભા રહ્યા. પીએમ મોદી એક જૂનના રોજ પોતાની રવાનગી પહેલા સ્મારક પાસે તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાને જોવા માટે પણ આવી શકે છે. ભાજપા નેતા અન્નામલાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં મોદીની આ યાત્રાને સંપૂર્ણ રીતે વ્યક્તિગત બતાવી છે. 
webdunia
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા 
પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના પ્રવાસ દરમિયાન બે હજર પોલીસ કર્મચારીઓ ગોઠવાયેલા રહેશે.  આ સાથે જ ભારતીય તટરક્ષક બળ અને ભારતીય નૌસેના પણ નજર રાખશે.  આવુ પહેલીવાર છે જ્યારે પ્રધાનમંત્રી આ સ્મારક પર રોકાશે. અહી સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ સ્વરૂપ બનાવ્યુ છે.  આ સ્મારક સમુરની વચ્ચે આવેલ છે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુ ઍરપૉર્ટ પરથી જ એસઆઈટીએ ધરપકડ કરી