Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુ ઍરપૉર્ટ પરથી જ એસઆઈટીએ ધરપકડ કરી

prajwal revvanna
, શુક્રવાર, 31 મે 2024 (11:30 IST)
prajwal revvanna- કર્ણાટકના વાંધાજનક વીડિયો સ્કેન્ડલ સંબંધિત જાતીય સતામણીનો આરોપી પ્રજ્વલ રેવન્ના ભારત આવી રહ્યો છે. તેમને JDS પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ કર્ણાટકની હાસન લોકસભા સીટના સાંસદ છે.
 
પ્રજ્વલ રેવન્નાને સંડોવતી અશ્લીલ વીડિયો ક્લિપ્સની પેન ડ્રાઇવ જાહેર સ્થળોએ વહેંચવામાં આવ્યા બાદ 27 એપ્રિલે જર્મની જતા રહેલા પ્રજ્વલ રેવન્ના 35 દિવસ બાદ પરત ફર્યા ત્યારે તેમની બેંગલુરુ ઍરપૉર્ટ પરથી જ આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ ધરપકડ કરી છે.
 
શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. SIT સૂત્રોએ જણાવ્યું કે સાંસદ પ્રજ્વલ રેવન્ના (33) મ્યુનિકથી બેંગલુરુ પરત ફર્યા કે તરત જ તેમને પૂછપરછ માટે CID (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)ની ઑફિસમાં લઈ જવામાં આવ્યા.
 
પ્રજ્વલ લોકસભા ચૂંટણી માટે પોતાના મતવિસ્તારમાં મતદાન કર્યાના એક દિવસ બાદ 27 એપ્રિલે જર્મની ગયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવેલી SITની વિનંતીને પગલે ઇન્ટરપોલે પ્રજ્વલ સામે 'બ્લુ કોર્નર નોટિસ' જારી કરી હતી. તમને જણાવી દઈએ કે સસ્પેન્ડેડ JDS નેતા પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ IPC કલમ 354D, યૌન ઉત્પીડન 354A, મહિલાની નમ્રતાનું અપમાન કરવા માટે 509 અને અપરાધિક ધમકીની 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મલાશયમાં છુપાવીને સોના લઈ આવી એર હોસ્ટેસ એયરપોર્ટ પર ધરપકડ