Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેરલ પૂર માટે 700 કરોડની મદદનુ એલાન નહોતુ કર્યુ - યુએઈ રાજદૂત

કેરલ પૂર માટે 700 કરોડની મદદનુ એલાન નહોતુ કર્યુ - યુએઈ રાજદૂત
, શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:36 IST)
યુએઈની મદદની રજુઆત ઠુકરાવવા મામલે કેન્દ્ર અને કેરલ સરકાર વચ્ચે વિવાદ હજુ ખતમ થયો નથી કે યુએઈના રાજદૂતે એક ઈંટરવ્યુમાં કહ્યુ કે સંયુક્ત અરબ અમીરાતે હજુ સુધી સત્તાવાર આવુ કોઈ એલાન કર્યુ નથી.  જેમા મદદની રકમનો પણ ઉલ્લેખ હોય. રાજદૂત અહમદ અલબન્નાએ કહ્યુ કે કેરલ પૂર પછી ચાલી રહેલ રિલીફ ઓપરેશનનું અવલોકન કરવામાં આવી રહ્યુ છે.  તેથી બતાવેલ રકમને ફાઈનલ નથી કહી શકાતી. 
 
અગાઉ કેરળના મુખ્યમંત્રી પિન્નરાઈ વિજયને કહ્યું હતું કે, અબૂધાબીના પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે અને તેમને 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ મામલે અહમદ અલ્બાનાએ કહ્યું હતું કે, યૂએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધા અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાહિદ અલ મકતૂમ તેના માટે એક રાહત સમિતિની રચના કરી છે. જેનો ઉદ્દેશ્ય કેરળના લોકો માટે ફંડ એકત્ર કરવાનો, મદદ માટે જરૂરી સામાન, દવાઓ વગેરેની વ્યવ્યસ્થા કરવાનો છે. અમે ભારતના આર્થિક સહાયતા સંબંધીત નિયમોને સમઝીએ છીએ. અમારી ફેડરલ ઓથોરિટી આ કમિટી સાથે કોઓર્ડિનેટ કરી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકરે કહ્યુ હતુ કે તેઓ કેરલ માટે કરવામાં આવેલ વિદેશી મદદની પ્રશંસા કરે છે પણ વર્તમાન નીતિયોને કારણે તે તેને સ્વીકારી શકતા નથી.  ત્યારબાદ આ મામલે કેન્દ્ર અને કેરલ સરકાર વચ્ચે ઘણી નિવેદનબાજી પણ થઈ. સીપીએમના કેરલ અધ્યક્ષ કોડિયેરી બાલાકૃષ્ણને કેન્દ્રની આલોચના કરતા મદદને ઠુકરાવવી એ  બદલાની ભાવના બતાવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકા અને ચીન આવ્યા સામસામે, એકબીજાના સામાન પર લગાવ્યો ચાર્જ