Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તો આ કારણે પૂરથી બરબાદ કેરલ માટે UAEની 700 કરોડની મદદનો પ્રસ્તાવ ઠુકરાવશે કેન્દ્ર સરકાર

તો આ કારણે પૂરથી બરબાદ કેરલ માટે UAEની 700 કરોડની મદદનો પ્રસ્તાવ ઠુકરાવશે કેન્દ્ર સરકાર
નવી દિલ્હી , બુધવાર, 22 ઑગસ્ટ 2018 (10:47 IST)
. પૂરથી થયેલી બરબાદીમાં ફસાયેલા કેરલની મદદ માટે ચારેબાજુથી હાથ ઉભા થઈ રહ્યા છે. પણ હવે એવુ જાણવા મળ્યુ છે કે કેરલમાં પૂર રાહત અભિયાન માટે સરકાર વિદેશો પાસેથી નાણાકીય મદદ લેવાના મૂડમાં નથી. કેરલમાં લોકોનુ જીવ પાટા પર પરત લાવવા માટે હાલ કેરલને દરેક પ્રકારને મદદની જરૂર છે. મંગળવારે મુખ્યમંત્રી પિનરઈ વિજયને એલાન કર્યુ કે સંયુક્ત અરબ અમીરાત કેરલના પૂરથી બરબાદીનો સામનો કરવા માટે 700 કરોડ રૂપિયાની મદદનો પ્રસ્તાવ મોકલ્યો છે. જો કે કેન્દ્ર સરકાર કદાચ તેને સ્વીકાર નથી કરી શકતી. 
 
 
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

36 વર્ષની મહિલાએ ખુદને બતાવી વર્જિન, ઓનલાઈન 2 કરોડમાં વેચી વર્જિનિટી