Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટડી - 2050 સુધી ચીનના મુકાબલે 25 ટકા વધુ થઈ જશે ભારતની વસ્તી

સ્ટડી - 2050 સુધી ચીનના મુકાબલે 25 ટકા વધુ થઈ જશે ભારતની વસ્તી
, ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (10:17 IST)
વસ્તીને લઈને કરવામાં આવેલ એક અભ્યાસથી જે વાતો સામે આવી છે એ ભારત માટે ચોંકાવનારી છે. 2030ના મધ્ય સુધી ભારતની વસ્તી ચીનના મુકાબલે 8 ટકા વધુ થઈ જશે. જ્યારે કે 2050ના મધ્ય સુધી ચીનની તુલનામાં આ વધીને 52 ટકા થઈ જશે.  વોશિંટગટની એક બિન સરકારી સંસ્થા પૉપુલેશન રેફરેંસ બ્યુરોની તરફથી રજુ 2018 વર્લ્ડ પોપુલેશન ડેટામાં આ વાત જણાવવામાં આવી છે. 
 
પીઆરબીના આંકડા પરથી આ સાબિત થાય છે કે આ સમયે ભારત અને ચીનની વસ્તી 137 અને 139 કરોડ છે. 
 
 
જો કે એવુ અનુમાન લગાવાય રહ્યુ છે કે ભારતની જનસંખ્યા 2030 સુધી વધીને 153 કરોડ અને 2050ના મધ્ય સુધી આ 168 કરોડ થઈ જશે.  જ્યારે કે ચીનને લઈને એવુ માનવામાં આવી રહ્યુ છે કે તેની વસ્તી 2030 સુધી 142 કરોડ અને ત્યારબાદ 2050 સુધી ઘટીને 1.34 કરોડ પર આવી જશે. 
 
વસ્તીના હિસાબથી ભારત ચીનને પાછળ છોડી દેશે.   તેનો એ મતલબ નથી કે તેમા કોઈ પ્રકારનો ડેમોગ્રાફિક ટ્રાંજિક્શન નથી થઈ રહ્યુ. 
 
 
ડેમોગ્રાફિક ટ્રાંજિક્શનની એ પ્રક્રિયા છે જેમા એક દેશના મોત અને જન્મ દરમાં આર્થિક વૃદ્ધિ સાથે ઘટાડો આવે છે.  પણ જન્મદરની તુલનામાં મોતના દરમાં પહેલાથી જ ઘટાડો આવી ચુક્યો છે. આ હિસાબથી વસ્તી ઝડપથી વધવાનુ આ શરૂઆતી ચરણ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાન્યુઆરી-2019થી અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન