10મા અને 12માની બોર્ડ પરીક્ષા શરૂ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સફળતા અને આત્મવિશ્વસા વધારવાના ટિપ્સ આપ્યા. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત વિશેષ કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચામાં પીએમ મોદી શાળાના બાળકોને સંબોધિત કરતા કહ્યુ કે તેઓ પરીક્ષાના સમયે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ખૂબ દબાવનો સામનો કરવો પડે છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ બાળકોને કહુ કે જ્યારે મેં સ્વચ્છ ભારતની વાત કરી તો સૌથી વધુ બાળકોએ તેમા ભાગ લીધો હતો.
- બાળકો દ્વારા આત્મવિશ્વાસની કમીના સવાલ પર પીએમે કહ્યુ કે, "જો તમારી અંદર આત્મવિશ્વાસ નથી તો બધુ યાદ હોવા છતા પણ તમને એ શબ્દ યાદ નહી આવે જે તમે વાચ્યો છે." પોતાનુ ઉદાહરણ આપતા તેમણે કહ્યુ કે હુ બાળપણમાં વિવેકાનંદને વાંચતો હતો. તેઓ કહેતાહતા કે હુ જ બ્રહ્મ છુ. તેઓ કહેતા હતા કે 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરો પણ જો તમારી અંદર આત્મવિશ્વસ નહી હોય તો તે 33 કરોડ દેવી દેવતા પણ કશુ નહી કરી શકે. મારા કહેવાનો મતલબ છે કે આત્મવિશ્વાસ આપણા પ્રયાસોથી આવે છે. આત્મવિશ્વાસ કોઈ જડી બૂટી નથી કે મમ્મી કહી દે કે એક્ઝામમાં જતા પહેલા આ ટેબલેટ ખાઈ લેવી.'
- પીએમે કહ્યુ, 'શાળા જતી વખતે આ વાત મગજમાંથી કાઢી લો કે કોઈ તમારી એક્ઝામ લઈ રહ્યુ છે. કોઈ તમને અંક આપી રહ્યુ છે. આ વાતને મગજમાં રાખો કે તમે ખુદની એક્ઝામ લઈ રહ્યા છો. આ ભાવની સાથે બેસો કે તમે જ તમારુ ભવિષ્ય નક્કી કરશો.
- એકાગ્રતાના સવાલ પર પીએમે કહ્યુ એકાગ્રતા માટે કોઈ એક્ટિવિટીની જરૂર નથી. તમે ખુદને પારખો. ઘણા લોકો કહે છે કે મને યાદ નથી રહેતુ પણ જો તમને કોઈ ખરાબ કહે છે તો તમે 10 વર્ષ પછી પણ એ વાતને યાદ રાખો છો. તેનો મતલબ છે કે તમારી સ્મરણ શક્તિમાં કોઈ કમી નથી. જે વસ્તુમાં ફક્ત બુદ્ધિ નહી તમારુ મન પણ જોડાય જાય છે તે જીંદગીનો એક ભાગ બની જાય છે. વર્તમાનમાં જીવવાની ટેવ એકાગ્રતા માટે એક રસ્તો ખોલી નાખે છે.
- પીમ મોદીએ બાળકોને કહ્યુ 'તમે ખુદ સાથે સ્પર્ધા કરો કે હુ કાલે જ્યા હતો તેનાથી બે પગલા આગળ વધ્યો કે નહી. જો તમને એવુ લાગે છેકે તો આ જ તમારો વિજય છે. ક્યારેય પણ બીજા સાથે પ્રતિસ્પર્ધા ન કરશો. ખુદની સાથે અનુસ્પર્ધા કરો. પહેલા આપણે ખુદને ઓળખવા જોઈએ. જ્યારે તેમ પ્રતિસ્પર્ધામાં ઉતરો છો તો તનાવ અનુભવો છો. તમે ખુદ માટે કામ કરો. ખુદને ઓળખો અને પછી જે વસ્તુઓમાં સક્ષમ છો એ વિષયમાં આગળ વધો. કોઈ બીજાને જોઈને સ્પર્ધામાં ઉતરીએ છીએ તો તમે નિરાશ થઈ જાવ છો. આ વાતને ધ્યાનમાં રાખો કે દરેક માતા પિતા પોતાના બાળકોના સારા માટે ત્યાગ કરે છે. જીંદગીમાં કંઈક બનવા માટે સપના નિરાશાની ગેરંટી છે.
- પ્રધાનમંત્રી મોદીએ બાળકો સાથે જ પેરેંટ્સને પણ સંબોધિત કર્યા. તેમણે કહ્યુ તમારા બાળકોને સોશિયલ સ્ટેટસ ન બનાવશો બાળકોનો ખ્યાલ રાખો અને તેમના પર દબાણ ન નાખો. એક એક્ઝામ જીંદગી નથી હોતી. એક ઓપન અને તંદુરસ્ત વાતાવરણ બાળકોને આપવુ જોઈએ. ફક્ત એક્ઝામ સમયે જ નહી પણ હંમેશા. હુ વાલીઓને કહેવા માંગીશ કે બીજા બાળકો સાથે તમારા બાળકોની તુલના ન કરો. તમારા બાળકોમાં જે સામર્થ્ય છે એની જ વાત કરો. અંક અને પરીક્ષા જીવનનો આધાર નથી.
- ધ્યાન લગાવવાના સવાલ પર પીએમે કહ્યુ કે તમને ફોક્સ કરવુ છે તો પહેલા ડીફોકસ કરતા સીખો. મનુષ્યના શરીરની રચના એવી છે કે જ્યારે પણ તે પંચમહાભૂતના સંપર્કમાં આવે છે તો તે રિફ્રેશ થઈ જાય છે. જો તમને રમવાનુ, ગીત ગાવાનો શોખ છે તો એ કામ કરો. મિત્રોને મળવાનુ મન છે તો મળો. ડીફોકસ કર્યા વગર તમે ફોકસ કરવાનુ શીખી સકતા નથી. જે તમને સારુ લાગે તે કરો. ખુદને એ વસ્તુઓથી દૂર ન રાખશો.
- પીએમે બાળકોને સહેલા શબ્દોમાં આઈક્યૂ અને ઈક્યૂમાં ફરક સમજાવ્યો. તેમણે કહ્યુ પરીક્ષા દરમિયાન યોગાસનને લઈને એવો ભ્રમ છે કે આ આસનથી આવુ થાય છે અને એવુ થાય છે. તમને જે પણ યોગાસન સારુ લાગે છે એ જ આસન તમે કરો. તેનાથી તમારી અંદર ઉર્જાનો સંચાર થશે અને ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળશે. એક્ઝામ દરમિયાન ક્વાલિટી ઊંઘ ખૂબ જરૂરી છે. કલાકની જરૂર ન પડવી જોઈએ.
- ગુરૂ શિષ્ય સંબંધ પર પીએમે કહ્યુ - મારો ભણાવેલ વિદ્યાર્થી જો કોઈ ખોટુ કામ કરતા પકડાય જાય છે તો ટીચર માટે શરમજનક વાત હોવી જોઈએ. એ જ રીતે તેમના દ્વારા ભણાવેલ વિદ્યાર્થી જીવનમાં કંઈક સારુ કરે છે તો એ ક્ષણમાં એ ટીચર માટે ગર્વનો ભાવ આવવો જોઈએ. અનેક શિક્ષકો એવા હોય છે જે પોતાના બાળકો કરતા વધુ પોતાના વિદ્યાર્થીઓ માટે મહેનત કરે છે. આપણા સમાજમાં શિક્ષકોને પહેલા પરિવારના સભ્યોની જેમ જ માનવામાં આવતા હતા. આજે આપણે આ ભાવનાને ફરી જગાવવાની જરૂર છે.
- કેરિયરના દબાણ પર પીએમે કહ્યુ તમને તમારી પ્રાથમિકતા વિશે જાણ ન હોવી જોઈએ. સમય ન વેડફશો.. જીવનમાં કંઈક બનવાના સપના નિરાશાની ગેરંટી છે. તમે કંઈક કરવાનુ સપનુ જુઓ. કંઈક બનવુ નક્કી કરવાથી તમારી સ્વતંત્રતા છિનવાય જાય છે.
પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને વાતચીત કરી રહ્યા છે. પરિક્ષા તનાવમુક્ત કેવી રીતે બનાવે. તેને ઉત્સવના રૂપમાં મનાવો. 10 કરોડ વિદ્યાર્થીઓએ આ પોગ્રામ જોયો.