Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મળો આ ભરૃચના પીએચડી પ્રોફેસરને તેઓ સવારે ભણાવે છે અને સાંજે લારી પર પકોડા તળે છે

મળો આ ભરૃચના પીએચડી પ્રોફેસરને તેઓ સવારે ભણાવે છે અને સાંજે લારી પર પકોડા તળે છે
, શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:25 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પકોડા વેચવાના કામને પણ રોજગારી ગણાવી હતી.એ પછી દેશભરમાં પકોડા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભણીને પીએચડી થયા પછી પણ આજીવિકા માટે પકોડા વેચવા પડે તો કાંઇ ખોટું નથી એમ ભરૃચના દર્શન ઠક્કર સ્વાનુભવે જણાવી રહ્યા છે. તેઓ વર્ષોથી પિતાની ઉપર પિતાની સાથે ખભે ખભો મિલાવી ઉભા રહ્યા છે.મહત્વની વાત એ છે કે દર્શન ઠક્કર પોતે પીએચડી થયેલા છે,કોલેજમાં લેક્ચરર છે.તેઓ સવારે કોલેજમાં વિ્દ્યાર્થીઓને ભણાવે છે અને સાંજે પિતાને મદદ કરવા માટે લારી પર પકોડા વેચે છે. ર ભરૃચના શક્તિનાથ વિસ્તારમાં રહેતા પી.એચ.ડી.ની ડીગ્રીધારક ડો. દર્શન ઠક્કર વર્ષોથી દાળવડા, સમોસા અને ભજીયાની પિતાની લારીના વ્યવસાયને ચલાવી રહ્યા છે. ભરૃચના નારાયણ નગરમાં રહેતા અને ૧૯૯૫થી પિતા નટવરલાલ ઠક્કર સાથે તેઓની સમોસાની લારી પર પિતાને સમોસા, ભજીયા, દાળવડા, કચોરી, વડાપાઉના ધંધામાં મદદ કરતા રહી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી લીધા પછી પણ બી.એ.એમ.એ કર્યા બાદ સાયકોલોજીમાં એમ.ફીલ અને પીએચડીની ડીગ્રી પણ મેળવી લીધી હતી. હાલ આમોદ તાલુકાના સરભાણ ગામની કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. ડોકટરેટની ઉચ્ચ ડીગ્રી મેળવ્યા બાદ પણ દર્શન તેમના પિતાને પહેલાની જેમ જ મદદરૃપ થઇ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બનશે