Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવાના મુખ્યમંત્રી પર્રિકરના નિધન પર એક દિવસનો રાષ્ટ્રીય શોક, આજે સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર

ગોવાના મુખ્યમંત્રી પર્રિકરના નિધન પર એક દિવસનો રાષ્ટ્રીય શોક, આજે સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી , સોમવાર, 18 માર્ચ 2019 (10:07 IST)
. સરકારને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન પર સોમવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલત્રે એક નિવેદનમાં આ માહિતી આપી. નિવેદન મુજબ રાષ્ટ્રીય રાજધનઈ અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રાજધાનીઓમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રહેશે.  નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દિવંગત નેતાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. 
સરકારે દિવંગત નેતાને શ્રદ્ધાજલિ આપવા માટે સોમવારે 10 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પણ બોલાવી છે. પર્રિકરનુ રવિવારે સાંજે નિધન થઈ ગયુ. લાંબા સમયથી બીમાર અને અગ્નાશય કેંસરની અંતિમ અવસ્થા સામે લડી રહેલ પર્રિકરનો છેલ્લા એક વર્ષથી ગોવા, મુંબઈ, અમેરિકા અને નવી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યો હતો. તેમણે ગોવામાં પણજીના નિકટ દોના પાઉલા સ્થિત પોતાના રહેઠાણ્ણ પર અંતિમ શ્વાસ લીધા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019- Modi મોદીને સફળતા મળશે, પણ... જાણો શું કહે છે સિતારા