suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખરગે એ ગુજરાતવાળા નિવેદન પર માફી માંગી, કોંગ્રેસની ઓફિસની બહાર ગુજરાતી સમુદાયનો હલ્લાબોલ

kharge
ખરગે એ એક્સ પર એક પોસ્ટ નાખી જેમા લખ્યુ - તાજેતરમાં કેરલમાં આપવામાં આવેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલી ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજુ કરવાની કોશિશ કરવામાં આવી છે. છતા હુ મારી તરફથી જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરુ છુ. ગુજરાતના લોકોના પ્રત્યે મારા મનમાં હંમેશા સન્માન  રહ્યુ છે અને હંમેશા રહેશે.  ત્યાના લોકોની ભાવનાઓને ખેદ પહોચાડવાનો મારો બિલકુલ ઉદ્દેશ્ય નહોતો.  

 

ગુજરાતી સમુહના સભ્યોએ કોંગ્રેસ ઓફિસની બહાર કર્યુ પ્રદર્શન   
 

ગુજરાતી સમુદાયના સભ્યોએ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકોને અશિક્ષિત કહેવા બદલ વિરોધ કર્યો છે. તેમણે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખડગે પાસેથી માફીની માંગ કરી હતી.

ભાજપે ખડગેના નિવેદનની નિંદા કરી હતી
 

ભાજપે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને શરમજનક, અપમાનજનક અને અત્યંત નિંદનીય ગણાવ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂછ્યું હતું કે શું તેઓ ખડગેના નિવેદન સાથે સહમત છે. પ્રસાદે કહ્યું હતું કે, "જો રાહુલ ગાંધીમાં કોઈ સમજ હોય, તો તેમણે આ ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ, તેની નિંદા કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ."
 

ખરગે એ ગુજરાત અને ત્યાના લોકો પર શુ ટિપ્પણી કરી હતી 

 
રવિવારે કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં ખડગેએ કહ્યું કે રાજ્યના લોકો શિક્ષિત અને બુદ્ધિશાળી છે અને તેમને ગેરમાર્ગે દોરી શકાતા નથી, જ્યારે ગુજરાત અને અન્ય કેટલાક સ્થળોના લોકો અશિક્ષિત છે.
 

ખડગે કોંગ્રેસ અધ્યક્ષ રહેવા માટે લાયક નથી : રવિશંકર પ્રસાદ
 

રવિ શંકર પ્રસાદે કહ્યું કે આવી ટિપ્પણીઓ કર્યા પછી ખડગે કોંગ્રેસ અધ્યક્ષ રહેવા માટે અયોગ્ય છે. તેમણે કહ્યું કે ગુજરાતે ઘણા રાષ્ટ્રીય નેતાઓ અને બુદ્ધિજીવીઓ ઉત્પન્ન કર્યા છે. આંકડા ટાંકીને તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતનો સાક્ષરતા દર સુધર્યો છે અને હવે તે 82 ટકાની આસપાસ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ