Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેન્નઈના જૂલોજિકલ પાર્ક સુધી કોરોનાની એંટ્રી, ડેલ્ટા વૈરિયંટથી સંક્રમિત જોવા મળ્યા 4 સિંહ

ચેન્નઈના જૂલોજિકલ પાર્ક સુધી કોરોનાની એંટ્રી, ડેલ્ટા વૈરિયંટથી સંક્રમિત જોવા મળ્યા 4 સિંહ
, શનિવાર, 19 જૂન 2021 (16:09 IST)
છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોરોના મહામારી દુનિયાભરમાં ખૂબ ઝડપથી ફેલાય રહી છે. માણસો પછી અનેક વખત જાનવર પણ કોવિડ-19 થી પોઝીટીવ જોવા મળી ચુક્યા છે. આ જ રીતે ચેન્નઈના અરિગ્ના અન્ના જુલોજિકલ પાર્કમાં નવ સિંહ 3 જૂનના રોજ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. તેમાથી ચાર સિંહના નમૂનાને જીનોમ સિક્વેસિંગ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-નેશનલ ઈસ્ટીટ્યુત ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસેજેસ દ્વારા કરવામાં આવી હતી. 
 
એનઆઈએચએસડી ભોપાલમાં કરવામાં આવેલ જીનોમ સિક્વેસિંગના પરિણામ મુજબ બધા ચાર સેંપલ્સ કોરોના વાયરસના ડેલ્ટા વૈરિયંટ B.1.617.2 થી સંક્રમિત હતા. ડાયરેક્ટરે જણાવ્યુ, ચાર સૈપલ્સની જીનોમ સિક્વેસિંગ NIHSAD, ભોપાલમાં કરવામાં આવી હતી. તેનાથી જાણ થાય છે કે બધા ચાર ક્રમ પૈગોલિન વંશ B.1.617.2 ના છે અને ડબલ્યુએચઓ દ્વારા આપવામાં આવેલ નામ ડેલ્ટા વૈરિએંટના છે. 
 
ઉલ્લેખનીય છે કે 11 મે ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બી.1.617.2 ને વૈરિએંટ ઓફ કંસર્ન બતાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે આ ખૂબ ઝડપથી સંક્રમિત કરે છે.  બીજી બાજુ અરિગ્નાર અન્ના જૂલૉજિકલ પઆર્કે 24 મે થી 29 મે ની વચ્ચે કોરોનાની ટેસ્ટિંગ માટે પાર્કમાં કેદ 11 સિંહના સૈપલ્સ મોકલ્યા હતા 
 
આ સૈપલ્સ ભોપાલ સ્થિત આઈસીએઆર-એનઆઈએચએસએડી મોકલ્યા હતા.  જો કે દેશમાં જાનવરોના ઈમરજિંગ પેથાજન પર રિસર્ચ કરે છે.  અત્યાર સુધી જાનવરોની કોરોના ટેસ્ટિંગ કરવા માટે ચાર ઈસ્ટીટ્યૂટ્સને મંજુરી આપી ચુકાઈ છે, જેમાથી ભોપાલની આ ઈસ્ટીટ્યુટ પણ સામેલ છે. 
 
3 જૂનના રોજ ICAR-NIHSAD ની રિપોર્ટથી જાણ થઈ કે નવ વાઘ કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. તેમની કોરોના સારવાર ચાલી રહી છે. 4 જૂનના રોજ નીલા નામની નવ વર્ષની સિંહણમાં કોરોના લક્ષણ જોવા મળ્યા પછી તેનુ મોત થયુ હતુ. 12 વર્ષના સિંહ પથમનાથને 16 જૂનના રોજ ઝૂ માં વાયરસને કારણે જીવ ગુમાવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત બોર્ડે ધોરણ 10-12ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાની કરી જાહેરાત