Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કાયદો લાગૂ થયા પછી લવ જેહાદનો પહેલો કેસ, ખ્રિસ્તી બનીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનનુ દબાણ

ગુજરાતમાં કાયદો લાગૂ થયા પછી લવ જેહાદનો પહેલો કેસ, ખ્રિસ્તી બનીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનનુ દબાણ
, શુક્રવાર, 18 જૂન 2021 (18:15 IST)
ગુજરાત સરકારે લવ જેહાદનો કાયદો લાગુ કર્યાના ત્રીજા દિવસે આજે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો છે. ફરિયાદ કરનાર પીડિતાનું કહેવું છે કે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ ખુદને ખ્રિસ્તી બતાવીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા પછી તેણે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે ધર્મ પરિવર્તન માટે દબાણ લાવી રહ્યો હતો.  તેની વાત માની નહી તો તેની મારઝૂડ કરવા લાગ્યો હતો.  પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
 
સોશિયલ મીડિયા દ્વારા થઈ મુલાકાત 
 
પીડિતાએ ફરિયાદમાં કહ્યું છે કે તે સોશિયલ મીડિયા દ્વારા સમીરને મળી હતી. તે સમયે સમીર તેની પ્રોફાઇલમાં ખુદનુ નામ સૈમ લખ્યુ હતુ  દોસ્તી થયા પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન સમીરે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા આને કારણે તે બે વાર ગર્ભવતી થઈ ગઈ હતી અને બંને વખત સમીરે તેનો ગર્ભપાત કરાવ્યો હતો. 
 
કોર્ટ મેરેજ પછી લઈ ગયો મસ્જિદ 
 
ત્યારબાદ સમીર તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેના થોડા દિવસો પછી તે વડોદરાની એક મસ્જિદમાં લઈ ગયો અને ત્યાં હાજર બે લોકોએ બળજબરીથી નિકાહ કરાવ્યો. આ પછી સમીરે પોતાની ઓળખ જાહેર કરી હતી અને તેના પર પણ ધર્મ પરિવર્તન કરવાનુ દબાણ શરૂ કર્યું હતું. જ્યારે પીડિતાએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનું કહ્યું ત્યારે તેણે યુવતી સાથે મારપીટ કરવાનુ શરૂ કર્યુ.  પીડિતાએ જણાવ્યું કે તે જેમ તેમ કરીને તેના કેદમાંથી ભાગીને સીધી ગોત્રી પોલીસ મથક પહોંચી અને મામલો નોંધાવ્યો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ