Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાતના કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ
, શુક્રવાર, 18 જૂન 2021 (17:27 IST)
ગુજરાતના કચ્છમાં શુક્રવારે બપોરે આવેલ ભૂકંપ(Earthquake hits Gujarat) થી ત્યાની ધરતી હલી ગઈ. તેનો રિક્ટર સ્કેલ 4.2 મૈગ્નીટ્યુડ આંકવામાં આવી. બપોરે 3 વાગીને 45 મિનિટ પર આવેલ આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલનુ નુકશાનના સમાચાર નથી. ભૂકંપ (Earthquake) ન કેન્દ્ર ભચાઉથી 11 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતુ.. આ પહેલા પૂર્વોત્તર ભારતમાં ગુરૂવાર મોડી રાતથી લઈને  શુક્રવારે સવાર સુધી ભૂકંપના ત્રણ ઝટકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર  (NCS) ની રિપોર્ટ મુજબ ગુરૂવારે રાત્રે 2 વાગીને 4 મિનિટ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેનુ કેન્દ્ર સોનિતપુર જીલ્લામાં 22 કિલોમીટરના ઉંડાણ પર હતુ
 
ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે બપોરે 3.45 મિનિટે ભૂજની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  એક તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રા પહેલા જળયાત્રાની મંજુરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ રહેશે હાજર