Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં બનેલી તોપ ચીન સામે તાકવામાં આવી, લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ આ હોવિત્ઝર તોપ સુરતના હજીરામાં બની છે

ગુજરાતમાં બનેલી તોપ ચીન સામે તાકવામાં આવી,  લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ આ હોવિત્ઝર તોપ સુરતના હજીરામાં બની છે
, શનિવાર, 2 ઑક્ટોબર 2021 (17:10 IST)
ગુજરાતની ડાયમન્ડ સિટીમાં બનેલી તોપ સૈન્યમાં સામેલ થઇ ગઇ. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ 100મી k9 vajra tankને લીલી ઝંડી બતાવી સૈન્યમાં સામેલ કરી હતી. લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ આ હોવિત્ઝર તોપ સુરતના હજીરામાં બની છે. લાર્સન એન્ડ ટૂબ્રોએ કોરિયન કંપનીના સહકારથી તૈયાર કરી છે. દેશની આ પ્રથમ ટેન્ક છે, જે ખાનગી ક્ષેત્રમાં નિર્માણ પામી છે. ચીન સાથે એક વર્ષથી લાંબા સમય સુધી સરહદ પર ચાલતા વિવાદને કારણે આ તોપ તહેનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત નજીક હજીરામાં K9 વજ્ર તોપને લીલી ઝંડી આપીને સૈન્યમાં સામેલ કરાઈ હતી. 
 
ભારતના સૈન્ય અધ્યક્ષ જનરલ નરવણે, પીવીએસએમ એવીએસએમ, એસએમ, વીએસએમ, ડીસીએએ ગુરુવારે 100મી k9 vajra tank, 155MM/52 કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર તોપ સુરત નજી હજીરાના એલ એન્ડ ટી આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સમાં લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી.
 
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી ડેવલપ કરી રહ્યા છેઆર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું ચીન અને પાકિસ્તાનને લઈને શનિવારે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ચીનનો સામનો કરવા માટે લદાખની સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઝડપી કરી દેવામાં આવ્યું છે.ભારતે સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યોચીન સાથેની સરહદ પર સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. પાકિસ્તાન અંગે આર્મી ચીફે કહ્યું હતું કે અમારી પાસે દર અઠવાડિયે તેમની આર્મી સાથે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સ્તરની બેઠક છે. આમાં અમે સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાને કોઈ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન ન આપવું જોઈએ.
 
ચીને સરહદ પર સૈનિકો વધાર્યાઆર્મી ચીફે જણાવ્યું હતું કે ચીને તાજેતરમાં સરહદ પરના વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ચીને પૂર્વીય લદાખ અને ઉત્તરી કમાન્ડ ઉપરાંત પૂર્વીય કમાન્ડમાં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા છે. ભારત અને ચીન ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સૈન્ય સ્તરની વાતચીતનો 13મો રાઉન્ડ યોજે એવી શક્યતા છે. આશા છે કે અમે વાતચીત દ્વારા વિવાદોનો ઉકેલ લાવીશું.
 
પાકિસ્તાને 5 મહિના બાદ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુંફેબ્રુઆરીથી જૂન 2021ના અંત સુધી પાકિસ્તાનની સેનાએ એકપણ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું નથી. છેલ્લા કેટલાક સમયથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થયો છે, પરંતુ તેને સિઝફાયર કરીને સપોર્ટ નથી કર્યું. છેલ્લા 10 દિવસમાં સિઝફાયરના ઉલ્લંઘનના 2 કેસ સામે આવ્યા છે.
અફઘાનિસ્તાન પર કશું પણ કહેવું ઉતાવળ કહેવાશે અમે અફઘાનિસ્તાનની સ્થિતિ અને એનાથી ભારતમાં થનારી અસર પર નજર રાખી રહ્યા છે. આવનારા સમયમાં સ્થિતિ શું હશે, એ કહેવું ઉતાવળભર્યું રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૃષિ કાયદાના વિરોધ પર વિપક્ષને પીએમ મોદી આડા હાથે લીધા, યૂટર્નને બતાવ્યુ બૌદ્ધિ બેઈમાની અને રાજનીતિક કપટ