Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોનો વધતો જાપ્તો ચિંતાની વાત, પણ ભારત દરેક પડકાર માટે તૈયાર - સેના પ્રમુખ

પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોનો વધતો જાપ્તો ચિંતાની વાત, પણ ભારત દરેક પડકાર માટે તૈયાર - સેના પ્રમુખ
, શનિવાર, 2 ઑક્ટોબર 2021 (14:13 IST)
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે છે. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ આશા વ્યક્ત કરી છે કે આ મહિને બંને દેશો ઉકેલ લાવી શકે છે. શનિવારે લેહમાં એક કાર્યક્રમ દરમિયાન સેના પ્રમુખે કહ્યું કે છેલ્લા છ મહિનાથી પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. અમે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં બંને દેશો વચ્ચે 13 મા રાઉન્ડની વાતચીતની અપેક્ષા રાખી રહ્યા છીએ. આ બેઠકમાં મડાગાંઠ સમાપ્ત કરવાની વાત થશે.

 
આર્મી ચીફ નરવણેએ કહ્યું કે તમામ વિવાદિત મુદ્દાઓને એક પછી એક ઉકેલવામાં આવશે. વિશ્વનો સૌથી મોટો હાથથી બનાવેલો ખાદી તિરંગો લેહમાં ફરકાવવામાં આવ્યો છે. આ જ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ આર્મી ચીફે કહ્યું કે, 'હું હંમેશા માનતો આવ્યો છું કે પરસ્પર વાતચીત દ્વારા વિવાદ ઉકેલી શકાય છે. મને આશા છે કે અમને ટૂંક સમયમાં પરિણામ મળશે.
 
ચીને સરહદ પર વધારી સેના 
 
શનિવારને જનરલ નરવણેએ કહ્યું, ચીને આપણા પૂર્વ કમાન તથા પૂર્વ લદ્દાખ અને ઉત્તરી મોર્ચા પર ઘણી તૈનાતી કરી છે. અગ્રિમ મોર્ચા પર થયેલી તેમની તૈનાતી હકિકતમાં અમારી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે અમે તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. અમને મળતી માહિતીના આધાર પર અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સૈનિકોમાં બરાબર વધારો કરી રહ્યા છે. જે કોઈ પણ સંકટનો સામનો કરવા માટે જરુરી છે.
 
ઓક્ટોબરમાં થનારી છે 13મી બેઠક ભારત અને ચીની પક્ષની વચ્ચે સેન્ય અને રાજનાયિક સ્તરની બેઠક થઈ ચૂકી છે. ઓક્ટોબરમાં બન્ને દેશોમાં 13મી વાર ચર્ચા કરવા જઈ રહ્યા છે. જનરલ નરવણેએ કહ્યું કે ગત 6 મહિનાની સ્થિતિ સામાન્ય છે. અમને આશા છે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બેઠક થવાની છે અને અમે આ સહમતિ પર પહોંચીશું કે ડિસઈગેજમેન્ટ કેવી રીતે થશે. તેમણે કહ્યું કે મારો દ્રઢ વિચાર છે કે અમે મતભેદોને વાતચીતથી દૂર કરી શકીએ છીએ. સેના પ્રમુખે કહ્યું કે મને આશા છે  કે અમે લક્ષ્ય મેળવી શકીશું.
 
પાક. ની નાપાક હરકતો ચાલુ 
 
જનરલ નરવણેએ જાણકારી આપી છે કે પાકિસ્તાન સેના હાલના દિવસોમાં સીઝફાયર ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે પાક સેના તરફતી ફેબ્રુઆરીથી લઈને જૂનના અંત સુધી સીઝફાયરનું ઉલંઘન નહોંતુ થયુ. પરંતુ બાદમાં ઘૂસણખોરીનો પ્રયાસ વધી ગયો. જેની મદદથી સીઝફાયરનું ઉલંઘનના માધ્યમથી કરી હતી. 10 દિવસમાં 2 વાર સીઝફાયરનું ઉલંઘન થયું છે. ફેબ્રુઆરીએ પહેલાવાળી સ્થિતિ પાછી આવી રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં પેટ્રોલના વેચાણ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ