ઝારખંડમાં મોબાઈલની બેટરી ફાટતા પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે બાળક મોબાઈલ બેટરીથી રમી રહ્યો હતો અને બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટના ઝારખંડના પાકુરની હોવાનું કહેવાય છે.
બેટરી બ્લાસ્ટ બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સોનુ મરાંડી તરીકે થઈ છે.
આ ઘટના ત્યારે બની જ્યારે બાળકના પિતાએ મોબાઈલમાંથી બેટરી કાઢીને માસ્ટર ચાર્જરમાં તેને ચાર્જ કરવા માટે મૂકી દીધી. બાળકના પિતા બહાર ગયા ત્યારે સોનુએ ચાર્જરમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બેટરીમાં વિસ્ફોટ થયો હતો. આ કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો