Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવા વર્ષે ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં કર્યો વધારો

નવા વર્ષે ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં કર્યો વધારો
, બુધવાર, 1 જાન્યુઆરી 2025 (11:41 IST)
નવું વર્ષ 2025ના આગમન સાથે ગુજરાત ગેસ કંપનીએ CNG ભરાવતા અનેક વાહનચાહકોને ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસના CNG પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.
 
અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પછી ડિસેમ્બરમાં ભાવ વધારો કર્યો હતો અને હવે ફરીથી નવા વર્ષના પહેલા દિવસથી આજથી એટલે કે 1 જાન્યુઆરીથી સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરાતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.
 
છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.       

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં દર્દનાક અકસ્માત, સ્ટીલ પ્લાન્ટમાં આગ લાગવાથી ચાર કામદારોના મોત