લાંબા સમયથી ગૃહ યુદ્ધની ચપેટમાં ઘેરાયેલ દેશ યમનથી ભારતને લઈને હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. યમનમાં એક ભારતી નર્સને મોતની સજા સંભળાવી છે. કેરલની રહેનારી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને કથિત રૂપે એક યમની નાગરિકની હત્યા માટે મોતની સજા સંભળાવી છે. હવે આ મામલે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ પોતાનુ નિવેદન રજુ કર્યુ છે. આવો જાણીએ કે વિદેશ મંત્રાલયે આ મુદ્દે શુ કહ્યુ છે.
વિદેશ મંત્રાલયે શુ કહ્યુ ?
ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે આ સમગ્ર ઘટના પર પોતાનુ વલણ સામે મુક્યુ છે અને નર્સને દરેક શક્ય મદદ કરવાની વાત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે તેઓ યમનમાં મોતની સજાનો સામનો કરી રહેલ એક ભારતીય નર્સના મામલે જરૂરી વિકલ્પ શોધવા માટે દરેક શક્ય મદદ કરી રહ્યુ છે.
રણધીર જયસ્વાલે આપ્યો જવાબ
ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે મીડિયાને એક સવાલનો જવાબ આપતા કહ્યુ - અમે યમનમાં નિમિષા પ્રિયાની સજા વિશે જાણીએ છીએ. અમે સમજીએ છીએ કે પ્રિયાનો પરિવાર પ્રાસંગિક વિકલ્પ શોધી રહ્યો છે. સરકાર આ મામલે દરેક શક્ય મદદ કરી રહી છે.
કોણ છે નિમિષા પ્રિયા ?
નિમિષા પ્રિયા ભારતના કેરલની રહેનારી છે. તે યમનના સનામાં વર્ષ 2011થી કામ કરી રહી છે નિમિષાએ જુલાઈ 2017માં યમની નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. 2018મા નિમિષાને મોતની સજા સંભળાવી. તેણે પોતાની સજા વિરુદ્ધ વર્ષો સુધી લડાઈ લડી છે. નિમિષાનો પરિવાર તેની મુક્તિ માટે ખૂબ કાયદાકીય અને કૂટનિતિક પ્રયાસ કરી રહ્યુ છે. મળતી માહિતી મુજબ યમનના રાષ્ટ્રપતિ રશદ અલ-અલીમીએ નર્સ નિમિષા પ્રિયાને માટે મોતની સજાને મંજુરી આપી દીધી છે. કથિત રૂપે એક મહિનાની અંદર નિમિષાને ફાંસી થવાની છે.