Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weather Updates - હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની કરી આગાહી, ગુજરાત સહીત હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ

Weather Updates - હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની કરી આગાહી,  ગુજરાત સહીત હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હીઃ , ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (09:12 IST)
નવા વર્ષમાં શિયાળાએ જોર પકડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં સખત શિયાળો રહેશે. આ રાજ્યોમાં આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. મતલબ કે આગામી બે દિવસ સુધી અહીં ઠંડીનો ચમકારો રહેશે.
 
ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે?. આ ઉત્તરાયણ પર હવે પતંગરસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી છે 
 
અહીં પણ  છે ખૂબ ઠંડી
 
 
રાજસ્થાનમાં પણ ઠંડીમાં વધારો થયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. IMD અનુસાર, બુધવારે સવારે 8:30 વાગ્યે જયપુરમાં 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે બિકાનેર અને ચુરુમાં અનુક્રમે 7 ડિગ્રી સેલ્સિયસ અને 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડી ચાલુ છે અને ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. ઠંડીના કારણે દાલ સરોવરની સપાટી થીજી ગઈ હતી. IMDના અહેવાલ મુજબ, બુધવારે સવારે 8:30 વાગ્યે, શ્રીનગરમાં -1.5 °C, ગુલમર્ગ -2.4°C, પહેલગામ -6°C, બનિહાલ 0.4°C અને કુપવાડામાં 0.4°C નોંધાયું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat New District - બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નવો જિલ્લો જાહેર