Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
, સોમવાર, 23 ઑક્ટોબર 2017 (13:24 IST)
15 દિવસ પહેલા બીજેપીમાં સામેલ થયેલા પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને નિખિલે જણાવ્યું હતું કે, હાર્દિક અને મારી વચ્ચે મતભેદ હોઇ શકે છે પરંતુ મનભેદ નથી. મે પાટીદાર સમાજના હિત માટે જ કામો કર્યા છે, પાટીદાર સમાજના હિત માટે જ ભાજપ સાથે જોડાયો હતો. પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારે જે ચાર મુદ્દા ઉપર નિર્ણય લીધો હતો એા આધારે જ હું બીજેપીમાં સામેલ થયો હતો. હું બીજેપીમાંથી રાજીનામું આપી રહ્યો છે. બીજેપી પાટીદાર સમાજના સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે. પાટીદારોને ખરીદવાની કોશિશ કરી રહી છે. 

નિખિલે વધુમાં જણાવ્યું હતું કે બીજેપી પાટીદારોને ખરીદવા માટે નીકળી પડી છે. પાટીદારોને ખરીદવા માટે કરોડો રૂપિયા આપી રહી છે. નરેન્દ્ર પટેલ એક નાના પરિવારમાંથી આવે છે તો પણ તેમણે 1 કરોડ રૂપિયાની ઠુકરાવી સમાજને સાથ આપ્યો છે. એના માટે તેમને અભિનંદન. હાર્દિક પટેલ જે આંદલન કરી રહ્યા છે તે એકદમ સાચું છે.  બીજેપીમાંથી રાજીનામું આપ્યા પછી હું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગીશ. એવો પ્રયત્ન કરીશ કે હાર્દિક પટેલની સાથે સાથે રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને ભાજપ સાથે જોડાવવા માટે કોઇ પૈસા મળ્યા નથી. જો મારે પૈસા લેવા હોત તો હું દોઢ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયો હોત. વરુણ પટેલે મને રૂ. 10 લાખ આપ્યા અને બીજા આવતીકાલે સોમવારે 90 લાખ આપવાની વાત કરી.સમાજમાં આવા લોકોને ખુલ્લા પાડવા નાટક કર્યું. હું ક્યારેય વેચાવાનો નથી. ભાજપ તરફથી આવેલા 10 લાખ રૂપિયાની થોકડી લઈને બેઠેલા નરેન્દ્ર મોદીએ ભાજપના કારનામાને ખુલ્લા પાડ્યા. આ પૈસા જીતુ વાઘાણી થકી વરુણ પટેલને આપી નરેન્દ્ર પટેલને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવો ખુલાસો તેમણે કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખરા ટાઈમે ખેલ ઉંઘો પડતાં મોદી અને શાહ અકળાયા