Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્ઞાનવાપી મસ્જિદ કેસ : કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની માગ કોર્ટે ફગાવી

Gyanvapi masjid
, શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (15:28 IST)
Gyanvapi masjid
સમાચાર એજન્સી ANI અનુસાર વારાણસીની જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાં રહેલ 'શિવલિંગ'ની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક તપાસ માટેની હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે.
 
નોંધનીય છે કે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં દિલ્હીનાં રાખી સિંહ અને અન્ય ચાર મહિલાએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસારમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓનાં દર્શન, પૂજન અને ભોગ માટે અનુમતિ માગતી એક અરજી દાખલ કરી હતી.
 
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા માળખામાં શિવલિંગ હોવાના દાવા સાથે એ માળખાનું કાર્બન ડેટિંગ કરવાની માગણી કરતી હિંદુ પક્ષની અરજીના મામલે આજે 14 ઑક્ટોબરે વારાણસી કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.
 
કુલ પાંચ હિંદુ અરજદારોમાંથી ચાર અરજદારોએ શિવલિંગનું કાર્બન ડેટિંગ કરવાની માંગણી કરી છે. વારાણસીની સ્થાનિક કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામાં આવેલી વીડિયોગ્રાફી દરમિયાન મસ્જિદમાં આ શિવલિંગ જોવા મળ્યું હતું.
 
પુરાતત્ત્વ વિભાગ દ્વારા નિયમિત રીતે કોઈ પુરાતન પદાર્થની ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્ઞાનવાપી મસ્જિદની સમિતિએ કાર્બન ડેટિંગની માગણી કરતી આ અરજીનો વિરોધ કર્યો હતો.
 
વારાણસી કોર્ટ દ્વારા આ કેસના મામલે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળી હતી. આ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું, "મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે શિવલિંગ એ જે મુદ્દે કેસ ચાલી રહ્યો છે તેનો ભાગ નથી આથી તેનું કાર્બન ડેટિંગ ન થઈ શકે. અમે આ મુદ્દે અમારી સ્પષ્ટતા પણ રજૂ કરી છે . કોર્ટ આ મુદ્દે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat, Himachal Pradesh Election 2022 Date LIVE Updates : ગુજરાત-હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની શકયતા, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ચાલુ