Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીચર માતા-પિતા ડ્યુટી પર ગયા હતા, ઘરમાં એકલી વિદ્યાર્થીનીની હત્યા, નિર્વસ્ત્ર મળી ડેડબોડી

ટીચર માતા-પિતા ડ્યુટી પર ગયા હતા, ઘરમાં એકલી વિદ્યાર્થીનીની હત્યા, નિર્વસ્ત્ર મળી ડેડબોડી
ફરીદાબાદ. , શનિવાર, 18 મે 2019 (15:57 IST)
સેક્ટર આઠ થાના ક્ષેત્રમાં રહેનારી વિદ્યાર્થીનીની ભરબપોરે ઘરમાં ઘુસીને ઘારદાર હથિયારથી વાર કરી હત્યા કરવામાં આવી. ઘટના સમયે વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી. તેના માતા પિતા સરકારી શાળામાં ટીચર છે.  હત્યારાનો અત્યાર સુધી સુરાગ મળ્યો નથી. એવુ કહેવાય છે કે વિદ્યાર્થીનીના શરીર પર કપડા નહોતા. એવી આશંકા છે કે તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી છે.  પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. 
 
શાળામાંથી પરત ફર્યો નાનો ભાઈ તો લોહીથી લથપથ જોઈને માતા પિતાને સૂચના આપી 
 
માહિતી મુજબ સેક્ટર 8 પોલીસ મથકના એક સેક્ટરમાં શિક્ષકનો પરિવાર રહે છે. પતિ પત્ની બંને સરકારી શાળામાં શિક્ષક છે. તેમની મોટી પુત્રીએ ગયા અઠવાડિયે સીબીએસઈ બોર્ડના 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.  જ્યારે કે પુત્ર હાલ દસમાં ધોરણનો વિદ્યાર્થી છે. શુક્રવારે પતિ પત્ની અને પુત્ર પોતપોતાની શાળાએ જતા રહ્યા. ઘરમા6 18 વર્ષની પુત્રી એકલી હતી. આ દરમિયાન હત્યારા ઘરમાં ઘુસી ગયા અએન તેના માથા અને ગલા પર ધારદાર હથિયારથી વાર કરીને હત્યા કરી નાખી. 
 
સૂત્રોનુ કહેવુ છે કે વિદ્યાર્થીનીના શરીર પર કપડા નહોતા. બપોરે લગભગ દોઢ વાગ્યે જ્યારે મૃતકાનો ભાઈ ઘરે આવ્યો તો જોયુ કે બહેન લોહીથી લથપથ જમીન પર પડી છે. તેને ચીસો પાડતા  પોતાના માતા પિતાને ફોન કરી માહિતી આપી. તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ જમા થઈ ગયા. 
 
સૂચના પર એસીપી શહેર વલ્લભગઢ જયવીર સિંહ, એસએસઓ સેક્ટર 8 ચોકી ઈંચાર્જ સેક્ટર 3 એફએસએલની ટીમ ડોક્ટર મનીષા સહિત ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળ પર પહોંચી ગયા.  લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી.  પોલીસના કહેવા મુજબ હત્યારાઓનો પુરાવો મળ્યો નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ દુષ્કર્મ થવાની વાત કહી શકાય છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના ધારાસભ્યના લલિતભાઈ કગથરા પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું