Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રીજી લહેરની શરૂઆત એક દિવસમાં 47,092 નવા કોરોના કેસ એક્ટિવ કેસ 4 લાખના નજીક

ત્રીજી લહેરની શરૂઆત એક દિવસમાં 47,092 નવા કોરોના કેસ એક્ટિવ કેસ 4 લાખના નજીક
, ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (09:39 IST)
ગયા 24 કલાકમાં એક વાર ફરીથી કોરોનાના નવા કેસ 47 હજારની પાર થઈ ગયા છે. તેમજ આશરે 500 દર્દીઓએ સંક્રમણના કારણે તેમનો જીવ ગુમાવ્યો છે. તેનાથી પહેલા બુધવારે પણ કોરોનાના નવા કેસ 40 હજારથી વધારે હતા. ચિંતાની વાત આ છે કે હવે સાજા થનારની સંખ્યા નવા દર્દીઓથી ઓછી છે અને તેમજ એક્ટિવ કેસ સતત વધવા લાગ્યા છે. તાજા આંકડા મુજબ એક દિવસમાં દેશની અંદર કોરોનાના 47 હજાર 93 નવા કેસ આવ્યા છે. 
 
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પબ વધીને 3 લાખ 89 હજાર 583 પર પહોંચી ગયુ છે તેમજ આ સમયે કોરોનાના 35 હજાર 181 દર્દી સાજા થયા છે. 
 
કેરળ હજુ પણ રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને દેશમાં કુલ કેસોમાંથી 70 ટકાથી વધુ કેસ કેરળના છે. બુધવારે પણ રાજ્યમાં કોરોનાના 32 હજાર 803 નવા કેસ સામે આવ્યા છે.જે કુલ નવા કેસોના 72 ટકા છે. કેરળમાં છેલ્લા સાત દિવસોમાંથી 5 દરમિયાન કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રેમજાળમાં ફસાવી યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માસિક નહીં આવતાં પ્રેમી બોલ્યો લોહી ઓછું છે એટલે નથી આવતું