Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમજાળમાં ફસાવી યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માસિક નહીં આવતાં પ્રેમી બોલ્યો લોહી ઓછું છે એટલે નથી આવતું

પ્રેમજાળમાં ફસાવી યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માસિક નહીં આવતાં પ્રેમી બોલ્યો લોહી ઓછું છે એટલે નથી આવતું
, ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (08:40 IST)
સગીરાઓના વાલીઓ માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારિરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દીધી છે. પ્રેમમાં આવું બધું કરવું પડે કહી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. સગીરાએ એક વખત તેની મિત્રને પણ કહ્યું ત્યારે તેની મિત્રએ પણ પ્રેમમાં આવું કરવું પડે કહી દીધું હતું. સગીરાને જ્યારે પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડ્યો અને હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સગીરાએ ફોડ ન પાડતાં આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક સગીરાનું કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. અમદાવાદના હાથીજણ વિસ્તારની એક સગીરા પોતાની બાજુમાં રહેતા એક યુવકના પરિચયમાં આવી હતી. લલચાવી ફોસલાવી અને તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. જ્યારે ધો. 10માં અભ્યાસ કરતી હતી ત્યારે પરિચયમાં હતી. યુવક તેને ખેતરમાં લઈ ગયો, જ્યાં શારિરીક સંબંધો બાંધવાનું કહેતા સગીરાએ આ બાબતે ઇન્કાર કર્યો હતો. પરંતુ પ્રેમીએ પ્રેમમાં આવું બધું કરવું પડે એમ કહીને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ તેની મિત્રને જાણ કરી તો તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે કહ્યું હતું. સગીરાના પ્રેમ સંબંધ બાબતે જાણ થતાં સગીરાના માતા-પિતાએ યુવકને બોલાવી માર માર્યો હતો અને હવેથી તેને પરેશાન ન કરવા કહ્યું હતું. ત્યાર બાદ પરિવાર હાથીજણ છોડી વાસણા વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા હતા. સગીરાને કસમો આપી તેના ઘરે લઇ જઈ શારીરિક સંબંધો બાંધ્યા સગીરાના જન્મદિવસે જ્યારે સગીરા દાદી સાથે હાથીજણ ગઈ ત્યારે તેને સગીરાને લલચાવી અને કસમો આપી તેના ઘરે લઇ ગયો. જ્યાં તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગીરાને માસિક ન આવતા તેણે યુવકને કહ્યું હતું ત્યારે યુવકે તારા શરીરમાં લોહી નથી એમ કહી દીધું હતું. સગીરા પોતે ખૂબ ડરી ગઈ હતી. તેની માતા જ્યારે તેને માસિક ટાઈમ પર આવે છે તેવું પૂછે ત્યારે પણ ખોટું બોલતી હતી. ત્રણ દિવસ પહેલા સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં ગયા હતા અને સોનોગ્રાફી કરાવતાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જો કે સગીરાએ ગર્ભ અંગે કંઈ ન બોલતા મહિલા હેલ્પલાઇનની મદદ લેવાઈ હતી. હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કરતા સગીરાએ કહયું હતું કે યુવકે સગીરાને પ્રેમમાં આવું બધું જ કરવાનું હોય તેમ કહી,કહીને બેથી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરતા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાપાનમાં પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ તરફથી તમામ સ્પર્ધકોને રૂપિયા 21 લાખની પ્રોત્સાહક રકમ