Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભદોહી ઘટના: 10 મિનિટમાં આખું પંડાલ બળીને ખાખ, દાઝેલા લોકો માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોરઃ CM યોગીએ વધુ સારી સારવારના આદેશ આપ્યા

ભદોહી ઘટના: 10 મિનિટમાં આખું પંડાલ બળીને ખાખ, દાઝેલા લોકો માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોરઃ CM યોગીએ વધુ સારી સારવારના આદેશ આપ્યા
, સોમવાર, 3 ઑક્ટોબર 2022 (08:50 IST)
યુપીના ભદોહી જિલ્લાના દુર્ગા પંડાલમાં રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે આરતી થઈ રહી હતી. આરતીમાં 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ  હતો. દસ મિનિટમાં આખું પંડાલ બળીને રાખ થઈ ગયું હતું.

એક બાળક અને એક મહિલાના મોતથી ચારેબાજુ અફરાતફરી વચ્ચે દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ, જ્યારે સીએમ યોગીને ગોરખપુરમાં આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત અને ઘાયલોને સારી સારવાર આપવાનો આદેશ આપ્યો.

આ પછી, ગંભીર રીતે દાઝેલા લોકોને તાત્કાલિક ગ્રીન કોરિડોર દ્વારા વારાણસી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણા લોકોને જિલ્લા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
(Edited by- Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Election: ગુજરાતમાં કેજરીવાલએ હવે ગાયને લઈને આપી ગેરંટી, ગાયની રખેવાળીનાં મળશે 40/