Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મીરીઓને અમિત શાહની ખાતરી- જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન

કાશ્મીરીઓને અમિત શાહની ખાતરી-  જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
, રવિવાર, 24 ઑક્ટોબર 2021 (16:02 IST)
જમ્મુ અને શ્રીનગરમાં મેટ્રોની શરુઆત થશે
ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. અમિત શાહની ત્રણ દિવસની યાત્રા પર જમ્મુ-કાશ્મીર ની મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહએ કહ્યુ કે જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે, જે લોકો શાંતિ ભંગ કરવા માગે છે તેની સામે કડક કાર્યવાહી થશે. 
 
અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગૃહમંત્રીએ કહ્યું કે, સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ ખુશ છું.
 
શાહે કહ્યું કે, મોદીએ પ્રધાનમંત્રી બનતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે 55,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. આજે 55,000 કરોડના પેકેજમાંથી 33,000 કરોડ રૂપિયા ખર્ચાયા છે, 21 વિકાસ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટ્વિસ્ટ- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી