Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાની આગાહી

જમ્મુ-કાશ્મીર
, શનિવાર, 23 ઑક્ટોબર 2021 (14:35 IST)
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ખરાબ હવામાનને કારણે જમ્મુ-કાશ્મીરમાં હવાઈ અને માર્ગ સેવાઓને અસર થશે. કાશ્મીરના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર, શ્રીનગર-લેહ, લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથેના મુગલ રોડ પર વાહનવ્યવહારને અસર થવાની સંભાવના છે. 

આ સીઝનમાં અહીં દુનિયાભરના સ્કીઇંગ રસિકો પહોંચી જાય છે. આ વખતે પણ સેંકડો પ્રવાસીઓ પહોંચી ગયા છે. પહેલગામમાં પણ આજે સવારે હિમવર્ષા થઈ છે. ત્યાર બાદ અહીં તાપમાન માઇનસ 0.3 ડિગ્રી થઈ ગયું છે. જ્યારે, શ્રીનગરમાં પારો 5.6 ડિગ્રી નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs PAK T20 World Cup: કપ્તાન બાબરની હુંકાર, આ વખતે હિન્દુસ્તાનને હરાવશે પાકિસ્તાન