Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટ્વિસ્ટ- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટ્વિસ્ટ- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી
, રવિવાર, 24 ઑક્ટોબર 2021 (15:39 IST)
આર્યન ખાનની ધરપકડ થઈ. તે સમયે એક અજાણે વ્યક્તિ તેની સાથે સેલ્ફી લીધી હતી જે વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવીન તરીકે સામે આવી છે. અને ત્યારબાદથી તે ફરાર છે. આ કિરણ ગોસાવીના બોડીગાર્ડ એક મહત્વનો ખુલાસો કર્યો છે. 
 
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એક નવો જ ટ્વિસ્ટ સામે આવ્યો છે. શાહરુખના દીકરા આર્યન ખાન વિરુદ્ધ કેસમાં પંચ બનેલા પ્રભાકર સેલે પંચનામા 
 
પ્રભાકરે શું કહ્યું?
'NDTV'ના અહેવાલ પ્રમાણે, પ્રભાકરે આરોપ મૂક્યો છે કે તેણે કેપી ગોસાવી તથા સેમે ડિસોઝા વચ્ચે 25 કરોડ રૂપિયાની વાત થતી સાંભળી હતી. તેણે એમ પણ સાંભળ્યું છે કે 18 કરોડમાં વાત ફાઇનલ થઈ છે. પ્રભાકરે એવો દાવો કર્યો છે કે કેપી ગોસાવી તથા સેમે કથિત રીતે 18માંથી 8 કરોડ રૂપિયા NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાની કરી હતી.  
 
પ્રભાકરે વધુમાં કહ્યું હતું કે ગોસાવીએ તેને 50 લાખ રૂપિયા રોકડા ભરેલી બે બેગ આપી હતી. કેપી ગોસાવી 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઈ ઇનોવામાં આવ્યો હતો. તેને વાશીમાં રહેવાનું કહ્યું હતું. 1 ઓક્ટોબરની રાત્રે 9.45 વાગે ગોસાવીએ તેને ફોન કરીને બીજી ઓક્ટોબરે સવારે સાડા સાત વાગે તૈયાર રહેવાનું કહ્યું હતું. બીજી ઓક્ટોબરે કેપી ગોસાવીએ 7.35 ફોન કરીને તેના અકાઉન્ટમાં ગૂગલપેથી 500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેણે વ્હોટ્સએપ પર લોકેશન મોકલ્યું હતું અને ત્યાં આવવાનું કહ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે 14 વર્ષ પછી વધી રહ્યા છે, માચીસના ભાવ ૧૦૦ ટકા વધીને બે રૂપિયા થશે