Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્નમાં બાલ્કની પડવાથી 5 વર્ષીય બાળકીનુ મોત 30 લોકો ઘાયલ

marriage
લખનૌ. , શુક્રવાર, 22 એપ્રિલ 2022 (17:25 IST)
લખનૌમાં એલ લગ્ન સમારંભ દરમિયાન બાલકની પડવાથી પાંચ વર્ષીય બાળકી સહિત બે લોકોની મોત થઈ ગઈ અને લગભ્ગ 30 લોકો ઘાયલ થઈ ગયા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગ્ન સમારંભમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે શુક્રવારે ટ્વીટ કરી કહ્યુ કે મુખ્યમંત્રીજી એ મૃતકોને શોક સંતપ્ત પરિજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરતા અધિકારીઓને ઘાયલોનો યોગ્ય ઈલાજ કરવાનો આદેશ આપ્યોછે. ઘટના એ સમયે થઈ જ્યારે સરોજનીનગરના બિઝનૌર પોલીસ મથક ક્ષેત્રના નંદીખેડા ગામમાં ગુરૂવારે રાત્રે એક ઘરની જર્જર બાલકની પડી ગઈ. 
 
બિજનૌર પોલીસ મથકના પ્રભારી રાજકુમારે જણાવ્યુ કે શશીન્દ્ર યાદવની પુત્રીનો ઉલ્લાસ ઘરમાં ચાલી રહ્યો હતો. ત્યારે પૈતૃક ઘરની બાલકની પડી ગઈ. આ ઘટનામાં 45 વર્ષીય કિશોર તિવારી અને પાંચ વર્ષીય શ્રદ્ધાનુ મોત થઈ ગયુ. ઘટનામાં લગભગ 30 અન્ય ઘાયલ થયા છે. લગભગ એક ડઝન ઘાયલોને  સારવાર માટે નિકટના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમની હાલત સ્થિર બતાવી છે. અન્ય મામુલી ઘવાયા છે.  પોલીસે આ ઘટનાને લઈને કોઈ ફરિયાદ નોંધી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vampire Story - શું ખરેખર ભૂત-પ્રેત અને ડાકણ, પિશાચ હોય છે? તો દેખાતા કેમ નથી?